આઈટી શેરોમાં કરંટ: ઝોમેટો 100ને આંબી ગયો-એફએમસીજી નબળા પડયા

આઈટી શેરોમાં કરંટ: ઝોમેટો 100ને આંબી ગયો-એફએમસીજી નબળા પડયા
આઈટી શેરોમાં કરંટ: ઝોમેટો 100ને આંબી ગયો-એફએમસીજી નબળા પડયા
જાણીતા શેરબ્રોકરોનાં કહેવા પ્રમાણે કેટલાક દિવસોથી વિદેશી નાણાં સંસ્થાઓ આક્રમક વેચાણ કરી રહી છે. છતાં તે કારણને ડીસ્કાઉન્ટ કરી દેવામાં આવ્યુ હતું. શેરબજારમાં આજે આઈસીઆઈસીઆઈ બેંક, ઈન્ફોસીસ, હિન્દ લીવર, જેએસડબલ્યુ સ્ટીલ, લાર્સન, મહિન્દ્રા, મારૂતી, રીલાયન્સ, ટીસીએસ, ડીવીઝ લેબ, અદાણી પોર્ટ જેવા શેરો ઉંચકાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

ફૂડ ડીલીવરી કંપની ઝોમેટોનો ભાવ 100 ને પાર થયો હતો. એકસીસ બેંક, બજાજ ફાઈનાન્સ,, કોટક બેંક, સ્ટેટ બેંક, ટાટા મોટર્સ, બ્રિટાનીયા, બજાજ ઓટો જેવા શેરોમાં ઘટાડો હતો. મુંબઈ શેરબજારમાં તેજીનો માહોલ રહેવા વચ્ચે ઈન્ટ્રા-ડે સેન્સેકસ ફરી 66000 ને પાર થઈ ગયો હતો. પસંદગીના હેવીવેઈટ શેરોમાં ઉછાળો હતો. શેરબજારમાં આજે માનસ પોઝીટીવ હતું ભારતીય અર્થતંત્ર ધબકતુ રહેવાના અને મોંઘવારી છતાં રિઝર્વ બેન્ક વ્યાજદર જાળવી રાખશે તેવા આશાવાદથી આશાવાદી ચિત્ર રહ્યું હતું.
મુંબઈ શેરબજારનો સેન્સેકસ 208 પોઈન્ટના ઉછાળાથી 65929 રહ્યો હતો તે ઉંચામાં 66067 તથા નીચામાં 65748 હતો.નેશનલ સ્ટોક એકસચેંજનો નીફટી 72 પોઈન્ટના સુધારાથી 19589 હતો તે ઉંચામાં 19620 તથા નીચામાં 19524 હતો.

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here