રૂ.10 લાખના ખર્ચે પવિત્ર વન અને રૂ.30 લાખના ખર્ચે નિર્મિત પંચવટી કેન્દ્રનું લોકાર્પણ કરતા મંત્રી ભાનુબેન બાબરિયા

74માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ-2023 ની ઉજવણી સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાના અધ્યક્ષસ્થાને સમરસ ગર્લ્સ હોસ્ટેલ, રાજકોટ ખાતે કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

મંત્રીના હસ્તે કેરાળેશ્ર્વર મહાદેવ મંદિર ખાતે સામાજિક વનીકરણ વિભાગ દ્વારા રૂ. 10 લાખના ખર્ચે    બનાવવામાં આવેલા પવિત્ર વન તથા જસદણ તાલુકાના પારેવડા ગામ ખાતે રૂ. 30 લાખના ખર્ચે   બનાવવામાં આવેલા પંચવટી કેન્દ્ર નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.આ તકે મંત્રી બાબરિયા અને ઊપસ્થિત મહાનુભાવો દ્વારા હોસ્ટેલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરીને પર્યાવરણને બચાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. રાજકોટ જિલ્લામાં ડી.સી.પી. નર્સરી યોજનાના 09 લાભાર્થીઓને રૂ.1,94,000 ના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Read About Weather here

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, વડોદરાના ફોરેસ્ટ ક્ધઝર્વેટર અંજુમન શર્મા, સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ, અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના નાયબ નિયામક આનંદબા ખાચર, સમરસ ગર્લ્સ-બોયઝ હોસ્ટેલના વિદ્યાર્થીઓ તથા વનવિભાગના કર્મચારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here