અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી : આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા પડશે વરસાદ

અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી : આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા પડશે વરસાદ
અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી : આગામી 5 દિવસ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમા પડશે વરસાદ
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઈ મહત્વપૂર્ણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, બંગાળના ઉપસાગરનું ડીપ ડિપ્રેશન આગળ વધશે અને ઓરિસ્સા અને મધ્યપ્રદેશ થઈને વરસાદી સિસ્ટમ ગુજરાતમાં પ્રવેશ કરશે જેને લઈ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે તેમજ નર્મદા, સાબરમતી, તાપી સહિત અનેક નદીઓ બે કાંઠે થશે. આશ્લેષા નક્ષત્ર હોવાથી વરસાદ પાક માટે નુકસાનકારક છે. તારીખ 4, 5 અને 6 ઓગસ્ટે રાજ્યના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

Visit Saurashtra Kranti Homepage here

ઉત્તર ગુજરાત,પંચમહાલ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી  કરી છે તેમજ સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 6 ઓગસ્ટે પાટણ, જામનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, પોરબંદર, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, નવસારી, નર્મદામાં વરસાદની શક્યતા છે. રાજ્યભરમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે અને તેનું જોર સાવ નહીંવત્ થઈ જવાથી લોકો રાહત અનુભવી રહ્યા છે. રાજ્યમાં ઠેર-ઠેર સામાન્ય જનજીવન રાબેતા મુજબનું થઈ ગયું છે. ખેડૂત આલમ પણ વરસાદે વિરામ લેતા તેના ખેતીકામમાં ઉત્સાહપૂર્વક જોતરાઈ ગયો છે. જોકે હવે વરસાદના ચોથા રાઉન્ડની આગાહીએ જોર પકડ્યું છે. આ દરમિયાન સ્થાનિક હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદની આગાહી કરી છે. સ્થાનિક હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં છૂટછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

Read About Weather here

આગામી 5 દિવસ સુધી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની સંભાવના છે. સાથે જ હવામાન વિભાગે કચ્છમાં પણ પવન સાથે  વરસાદની આગાહી કરી છે. જ્યારે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરિયાકાંઠે ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના જણાવ્યું કે, છત્તીસગઢ તરફ ડિપ્રેશન બન્યું હોવાથી દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની સંભાવના છે. જેથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવે છે. હવામાન વિભાગે ઉપરાંત કેટલાક હવામાન નિષ્ણાંતોએ રાજ્યમાં ફરી સાયક્લોનિક સર્ક્યુલેશનની જોવા મળશે અને ઓગસ્ટના આ પહેલા અઠવાડિયામાં રાજ્યને મેઘરાજા ધમરોળશે તેવી આગાહી કરી છે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here