એસટીના 25% તોતિંગ ભાવ વધારાને વખોડતા કોંગ્રેસના આગેવાનો

રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રવક્તા સિનિયર કોંગ્રેસ અગ્રણી ગજેન્દ્રસિંહ ઝાલા (લોક સંસદ વિચાર મંચ રાજકોટ), રાજકોટ મહાનગર પાલિકાના વોર્ડ નંબર 3ના પૂર્વ કોર્પોરેટર દિલીપભાઈ આસવાણી, કોંગ્રેસ સમિતિના મહામંત્રી સરનાબેન પાટડીયાની સંયુક્ત યાદી જણાવે છે કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (એસ.ટી.) દ્વારા મધરાથી મુસાફરીના ભાડામાં 25% જેવો ભાવ વધારો કરી દૈનિક 24 લાખ મુસાફરોને ડામ આપેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

કારમી અને કાળજાળ મોંઘવારીમાં જ્યારે શાક બકાલા ના ભાવ પણ ફ્રૂટ કરતા વધુ હોય ત્યારે હવેથી એસ.ટી.ના મુસાફરોના ખીસ્સા ખંખેરવાની નીતિને આકરા શબ્દોમાં વખોડીએ છીએ. રાજ્યમાં અંદાજે કુલ મુસાફરો પૈકીના 85 ટકા મુસાફરો લોકલ બસોમાં અપડાઉન કરે છે ત્યારે આવા મુસાફરો એ ગરીબ અને મધ્યમ વર્ગના મુસાફરો હોય છે. જ્યારે આ પ્રકારના મુસાફરોને 25 ટકા જેટલો વધારો કરવો એ ગેર વ્યાજબી અને એક તરફી છે. સરકારને ખરેખર એસટી ભાડા વધારો 5 થી 10 % વધારી શકાય પરંતુ આ જે ભાડા વધારો કર્યો છે તે અસહનીય અને ખરેખર નિંદનીય છે. વર્ષ 2014 પછી એસટીમાં ભાડું વધાર્યું નથી અને મોંઘવારીના પગલે તેમ જ અન્ય રાજ્યોમાં વધી રહ્યા છે ત્યારે ગુજરાત રાજ્યમાં ભાડા વધારો કરવો જરૂરી હોવાનું એસ.ટી નિગમ અને સરકાર દ્વારા જે ખરેખર કહેવામાં આવ્યું છે તે ખરેખર હળાહળ જુઠાણું હોવાનું સાબિત થાય છે.

Read About Weather here

કારણ કે વિશ્ર્વ સ્તરે 2014 પછી ક્રૂડ ઓઇલના ભાવો સતત ઘટવામાં આવ્યા છે અને જ્યારે ભાવ ઘટવામાં આવ્યા હોય ત્યારે એનો લાભ આમ પ્રજાને મળવો જોઈએ જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ ઘટે ત્યારે ડીઝલ, પેટ્રોલના ભાવ ઘટાડવા જોઈએ તે ઘટાડવામાં આવ્યા નથી.

વિદેશોમાં જે ભાવે ડીઝલનો પુરવઠો આપવામાં આવે છે તે ભાવે ગુજરાતને જો ડીઝલનો પુરવઠો આપવામાં આવે તો એસટીના ભાડા 25% ઘટાડવાની ફરજ પડે એવું અમારું માનવું છે. વધુમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન નિગમ દ્વારા મધરાતથી રાતોરાત જે રીતે મુસાફરી ભાડામાં વધારો કરવામાં આવ્યો છે. પરંતુ રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનના સેટેલાઈટ બસનું લોકાર્પણ કરવા માટે મંત્રી પાસે સમય નથી અને ચાર મહિનાથી આ એસટી બસ સ્ટેશનનું સેટેલાઈટ બસ સ્ટેશન ધુળ ખાઈ રહ્યું છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here