હવામાન વિભાગની આગાહી : પશ્ચીમ-મધ્ય ભારતમાં 94-99 ટકા વરસાદ વરસશે

હવામાન વિભાગની આગાહી : પશ્ચીમ-મધ્ય ભારતમાં 94-99 ટકા વરસાદ વરસશે
હવામાન વિભાગની આગાહી : પશ્ચીમ-મધ્ય ભારતમાં 94-99 ટકા વરસાદ વરસશે
ચોમાસાની સીઝનમાં બે મહિના પુર્ણ થઈ ગયા છે અને ઓગષ્ટ-સપ્ટેમ્બરના બાકીના બે મહિનામાં પણ વરસાદ ‘નોર્મલ’ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાનખાતાના વડા મૃત્યુંજય મહાપાત્રાએ જો કે, એમ કહ્યું કે હવેના બે માસનો વરસાદ નોર્મલ હોવા છતાં નેગેટીવ સાઈડનો હશે
અર્થાત સરેરાશ કરતા 94થી99 ટકા પાણી વરસવાની શકયતા છે.

Visit Saurashtra Kranti Homepage here

હિમાલયન ક્ષેત્રને લાગુ ભાગો ઉપરાંત પુર્વ મધ્ય ભારત તથા પુર્વોતરના અમુક ભાગોમાં નોર્મલ કે તેથી વધુ વરસાદ થવાની સંભાવના છે જયારે પશ્ર્ચીમી તથા ગુજરાત-મહારાષ્ટ્ર સહિત મધ્ય ભારતના ક્ષેત્રોમાં નોર્મલ કરતા ઓછો વરસાદ રહેશે. પેસીફીક મહાસાગરમાં ઉદભવેલી અલનીનોની સ્થિતિ હજુ નબળી છે પરંતુ આવતા દિવસોમાં મજબુત થઈ શકે છે અને આવતા વર્ષના પ્રારંભીક મહિનાઓ સુધી ચાલુ રહેવાના સંકેત છે.

Read About Weather here

ઈન્ડીયન એસન ડીપોલ (આઈઓડી) હાલ ન્યુટ્રલ છે પરંતુ બે મહિના દરમ્યાન સાનુકુળ બની શકે છે તેના પ્રભાવ હેઠળ ભારતમાં નોર્મલ વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઓગષ્ટનો વરસાદ નોર્મલ કરતા 94 ટકા અર્થાત ઓછો રહેવાની શકયતા છે. આ દરમ્યાન તાપમાન પણ સામાન્ય કરતા અધિક રહેવાની શકયતા છે. જુલાઈમાં જોરદાર વરસાદ થયો હોવાથી ઓગષ્ટમાં તે ઓછો પડે તો પણ ખરીફ પાકને કોઈ વાંધો આવવાની સંભાવના નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here