ડિવોર્સ સર્ટિફિકેટ : પતિથી અલગ થવા માગતી પીડિત સ્ત્રીઓને ટેકોઈજી મંદિર

ડિવોર્સ સર્ટિફિકેટ : પતિથી અલગ થવા માગતી પીડિત સ્ત્રીઓને ટેકોઈજી મંદિર
ડિવોર્સ સર્ટિફિકેટ : પતિથી અલગ થવા માગતી પીડિત સ્ત્રીઓને ટેકોઈજી મંદિર
દુનિયાભરમાં અદ્્ભુત અને અલૌકિક મંદિરો જોવા મળે છે. દરેક મંદિરની આગવી વિશેષતા હોય અને દરેકમાં કેટલાંય દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત થયેલી હોય, પરંતુ અહીં તો વાત કરવી છે અજાયબ એવા ‘ડિવોર્સ ટેમ્પલ’ની. જાણીને આશ્ચર્ય થાય, પણ આ હકીકત છે. મોટાભાગે આપણે લગ્ન માટે મંદિરમાં જતાં હોઈએ પણ અહીં તો સ્ત્રીઓ પોતાનાં લગ્ન તૂટી જાય, પોતે પતિના ત્રાસમાંથી છૂટે એ માટે આ મંદિરમાં જાય છે.

Visit Saurashtra Kranti Homepage here

હા, અહીં કોઈ દેવી-દેવતાની મૂર્તિ પણ નથી અને છતાં તે ટેમ્પલ તરીકે પ્રસિદ્ધ છે. ક્યાં આવ્યું? : આ યુનિક નામ ધરાવતું મંદિર જાપાનમાં કામકુરા શહેરના કાનાગાવા પ્રાંતમાં બન્યું છે. કહેવાય છે કે આ મંદિર લગભગ 600 વર્ષ પહેલાં માત્સુગોકા ટોકેઈજીના નામ પરથી બનાવવામાં આવ્યું. તેથી આ મંદિર ‘ટોકેઈજી ટેમ્પલ’ નામે પણ પ્રખ્યાત છે. કોણે બનાવડાવ્યું? : 1285માં બૌદ્ધ નન કાકુસાન શિદો-નીએ આ મંદિર બનાવડાવ્યું હતું. કાકુસાન પોતે પરિણીત સ્ત્રી હતી અને પોતાના લગ્નજીવનથી તે બહુ દુ:ખી હતી. તેની પાસે તલાક લેવાની કોઈ સગવડ નહોતી. પતિના જુલમથી તે સખત ત્રાસી ગઈ હતી.

 ત્યારે તેણે અનુભવ્યું કે પોતાની જેમ કેટલીય સ્ત્રીઓએ આવી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે. તેથી કાકુસાને માત્સુગોકા ટોકેઈજી ટેમ્પલની સ્થાપના કરી. એ વખતે અતિશય દુ:ખથી જે મહિલાઓ પીડિત હતી તેમને આ મંદિરમાં આશ્રય આપવામાં આવતો. અહીં આવીને પીડિત સ્ત્રીઓને લાગતું કે તેઓ અહીં સુરક્ષિત છે. પતિ-પીડિત સ્ત્રીઓ માટે ખાસ : આ એક બૌદ્ધ મંદિર છે અને ઐતિહાસિક દૃષ્ટિએ તેનું ઘણું મહત્ત્વ છે. 1185 અને 1333 વચ્ચેના સમયગાળામાં જાપાનમાં મહિલાઓ પાસે અધિકારના નામે કંઈ જ નહોતું. આ સમયે મહિલાઓની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. સમાજના રીતિ-રિવાજોના નામે તેમના ઉપર કેટલાય સામાજિક પ્રતિબંધો હતા.

Read About Weather here

 આ સમયે પોતાનાં લગ્નજીવનમાં જે સ્ત્રી ખુશ નહોતી કે પછી ઘરેલુ હિંસાનો ભોગ બનતી તે સ્ત્રીઓ ઘર છોડીને આ મંદિરમાં આ‌વીને રહેતી. અહીં આવીને રહેવાનું એક કારણ એ પણ હતું કે ત્યારે તલાકની પણ કોઈ જોગવાઈ નહોતી. મંદિરમાંથી બન્યું સંસ્થા : મહિલાઓ અતિશય દુ:ખથી ઘેરાયેલી રહેતી, પતિનો અસહ્ય ત્રાસ વેઠતી અને લગ્નજીવનમાં ભંગાણ સર્જાતું ત્યારે તેઓ પતિનું ઘર છોડી દેતી અને અહીં આવીને રોકાતી. ધીરે ધીરે આ મંદિર મહિલાઓ માટેનું સુરક્ષિત આશ્રયસ્થળ તરીકે જાણીતું બન્યું. આટલું જ નહીં, હાલ આ મંદિર મહિલાઓ માટે એક સંસ્થા તરીકે લોકપ્રિય બની ચૂક્યું છે, કારણ કે એવું માનવામાં આવે છે કે અહીં એ જ મહિલાઓને આશ્રય મળે છે, જેમણે પોતાનાં લગ્નજીવનમાં અનેક કષ્ઠ વેઠ્યાં છે.

 ડિવોર્સ સર્ટિફિકેટ : પતિથી અલગ થવા માગતી પીડિત સ્ત્રીઓને ટેકોઈજી મંદિર કાયદેસર રીતે તલાક સર્ટિફિકેટ પણ આપે છે કે જેથી સ્ત્રીઓ સંપૂર્ણ રીતે લગ્નના બંધનમાંથી મુક્ત થઈ જાય. આ સર્ટિફિકેટ ‘સૂફુકુ-જી’ નામથી ઓળખાય છે. આજે દુનિયા આ મંદિરને મહિલાઓને સશક્ત કરવાના પ્રતીક રૂપે ઓળખે છે. અહીં સ્ત્રીઓ શાંતિ અને સ્વતંત્રતાની રક્ષા માટે સંગઠન બનાવીને રહે છે. મંદિરનું વાતાવરણ અહીં રહેતી સ્ત્રીઓના આત્મવિશ્વાસમાં વધારો કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here