‘RRR 2’ ની વાર્તા આફ્રિકામાં સેટ થઈ શકે:પ્રી-પ્રોડક્શનનું કામ 2025માં શરૂરાજામૌલીના પિતા સ્ક્રિપ્ટ પર કરી રહ્યા છે કામ

'RRR 2' ની વાર્તા આફ્રિકામાં સેટ થઈ શકે:પ્રી-પ્રોડક્શનનું કામ 2025માં શરૂરાજામૌલીના પિતા સ્ક્રિપ્ટ પર કરી રહ્યા છે કામ
'RRR 2' ની વાર્તા આફ્રિકામાં સેટ થઈ શકે:પ્રી-પ્રોડક્શનનું કામ 2025માં શરૂરાજામૌલીના પિતા સ્ક્રિપ્ટ પર કરી રહ્યા છે કામ
ઓસ્કર વિજેતા ફિલ્મ ‘RRR’ની સિક્વલને લગતું એક મોટું અપડેટ સામે આવ્યું છે. એક રિપોર્ટ અનુસાર, આ દિવસોમાં આ ફિલ્મની સિક્વલની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે.આ ફિલ્મની વાર્તા આફ્રિકામાં સેટ કરી શકાય છે. આ માહિતી ફિલ્મના લેખક અને નિર્દેશક એસએસ રાજામૌલીના પિતા વિજયેન્દ્ર પ્રસાદે આપી છે.તેમણે કહ્યું કે તે હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ લખી રહ્યાં છે ત્યાર બાદ તેઓ આ વાતને રાજામૌલી સાથે શેર કરશે. જો બધું બરાબર રહેશે તો આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન વર્ક 2025માં શરૂ થશે. હાલમાં, રાજામૌલી મહેશ બાબુ સાથે તેની આગામી ફિલ્મ ‘SSMB29’ માં વ્યસ્ત છે.

Visit Saurashtra Kranti Homepage here

‘બોલિવૂડ હંગામા’ને આપેલા ઇન્ટરવ્યૂમાં લેખક પ્રસાદે કહ્યું હતું કે, ‘આ ફિલ્મની સિક્વલ બની શકે કે ન બને. 2022માં આ ફિલ્મ રીલિઝ થયા બાદ મેં તેની સિક્વલનો વિચાર મારા પુત્ર સાથે શેર કર્યો હતો.વાર્તા આફ્રિકામાં સેટ છે અને તે સીતા રામા રાજુ (રામચરણ) અને કોમારામ ભીમ (એનટીઆર જુનિયર) સાથે જ્યાંથી નીકળી હતી ત્યાંથી આગળ વધે છે.રાજામૌલીને આ વિચાર ગમ્યો અને તેમને એક સંપૂર્ણ સ્ક્રિપ્ટ લખવાનું કહ્યું હતું.SSMB29 પૂરું થયા કર્યા પછી RRR માં જોડાશે

Read About Weather here


વિજયેન્દ્રએ વધુમાં જણાવ્યું હતું કે, ‘અમારી વચ્ચે આ ફિલ્મ અંગે હાલ કોઈ ચર્ચા થઈ નથી કારણ કે રાજામૌલી મહેશ બાબુ સાથેની તેમની આગામી ફિલ્મમાં વ્યસ્ત છે. જ્યાં સુધી તે આ ફિલ્મ પૂરી નહીં કરે. બીજી ફિલ્મમાં કામ નહીં કરે.‘RRR’ પર કામ 2025માં શરૂ થઈ શકે છેરાજામૌલી હાલમાં મહેશ બાબુ સાથે ફિલ્મ ‘SSMB29’માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું પોસ્ટ પ્રોડક્શન વર્ક 2024માં શરૂ થશે. તે 2025 સુધીમાં રિલીઝ થવાની સંભાવના છે. આવી સ્થિતિમાં શક્ય છે કે રાજામૌલી 2025માં ‘RRR’નું પ્રી-પ્રોડક્શન કામ શરૂ કરે.2022માં રિલીઝ થયેલી ‘RRR’ ભારતીય સિનેમાની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક છે. ફિલ્મના ગીત નટુ-નટુને પણ ઓસ્કર એવોર્ડ મળ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here