સપ્તાહના અંતિમ દિવસે સેન્સેક્સ ૧૧૮ અંક વધી ૪૭,૮૬૮ની ટોચે બંધ

નિટી ૩૭ પોઇન્ટના વધારા સાથે ૧૪૦૧૮ની સપાટીએ

સ્થાનિક શેરબજારમાં આજે બંધ થતા ઉછાળો જોવા મળ્યો છે. તેથી માર્કેટમાં ખુશી છવાઇ છે. જેમાં સેન્સેક્સ +૧૧૭.૬૫ પોઇન્ટ એટલે ૦.૨૫% ટકાના વધારા સાથે ૪૭,૮૬૮.૯૮ પર બંધ થયો છે. તેમજ નિટી +૩૬.૭૫ પોઇન્ટ એટલે ૦.૨૬% ટકાના વધારા સાથે ૧૪,૦૧૮.૫૦ પર બંધ રહી છે.

બીએસઈમાં કુલ ૩૧૭૦ કંપનીઓના સોદા થયા હતા, જેમાંથી આશરે ૨૦૪૩ શેરો ઉંચા બંધ રહૃાા હતા અને ૯૫૩ શેરોમાં ઘટાડો થયો હતો.

તે જ સમયે, ૧૭૪ કંપનીઓના શેર ભાવોમાં કોઈ તફાવત નહોતો. તેજ સમયે સાંજે ડોલર સામે રૂપિયો ૬ પૈસાના ઘટાડા સાથે ૭૩.૧૨ રૂપિયાની સપાટીએ બંધ રહૃાો હતો.
સેન્સેક્સ પર આઇટીસી, ટીસીએસ, એમએન્ડએમ, એસબીઆઇ, ભારતી એરટેલ સહિતના શેર વધીને બંધ રહૃાાં હતા. આઇટીસી ૨.૩૨ ટકા વધીને ૨૧૩.૮૫ પર બંધ રહૃાો હતો. ટીસીએસ ૨.૦૨ ટકા વધીને ૨૯૨૮.૨૦ પર બંધ રહૃાો હતો. જોકે આઇસીઆઇસીઆઇ બેક્ધ, એચડીએફસી બેક્ધ, ટાઈટન કંપની, બજાજ ફીનસર્વ, બજાજ ફાઈનાન્સ સહિતના શેર ઘટીને બંધ રહૃાાં હતો. આઇસીઆઇસીઆઇ બેક્ધ ૧.૩૬ ટકા ઘટીને ૫૨૭.૫૫ પર બંધ રહૃાો હતો. એચડીએફસી બેક્ધ ૦.૮૩ ટકા ઘટીને ૧૪૨૪.૮૫ પર બંધ રહૃાો હતો.

બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ પ્રથમ વખત ૧૮૯.૨૬ લાખ કરોડ રૂપિયાને પાર પહોંચી છે. ચારેબાજુ તેજીના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ પર ૩૧૭૦ કંપનીઓના શેરમાં કારોબાર થયો છે. તેમાંથી ૨૦૪૩ એટલે કે ૬૪ ટકા શેર વધારા સાથે બંધ થયા હતા.

નિટીએ પણ શુક્રવારે નવો રેકોર્ડ બનાવ્યો. તે ૩૬.૭૫ અંક વધી પ્રથમ વખત ૧૪૦૧૮.૫૦ પર બંધ થયો હતો. ઈન્ટ્રાડેમાં ઈન્ડેક્સ ૧૪૦૪૯.૮૫ પર પહોંચ્યો હતો. અદૃાણી પોર્ટનો શેર ૪૭.૩૯ ટકા વધી ૫૦૫ રૂપિયા પર બંધ થયો. આ રીતે ITC અને TCS ના શેરમાં ૨ ટકા સુધીનો વધારો રહૃાો. એસબીઆઇ અને એમએન્ડએમના શેર ૧ ટકાથી વધુ વધ્યા છે.ICICI બેક્ધનો શેર ૧.૩૬ ટકા ઘટી ૫૨૭.૮૦ પર બંધ થયો હતો.