બે મહિનામાં 916 કિલો ગેરકાયદે સોનું પકડાયું…!

બે મહિનામાં 916 કિલો ગેરકાયદે સોનું પકડાયું…!
બે મહિનામાં 916 કિલો ગેરકાયદે સોનું પકડાયું…!
કસ્ટમ એન્ડ ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યૂ ઇન્ટેલિજન્સે (ડીઆરઆઇ) વર્ષ 2023નાં પ્રથમ બે માસ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં જ કુલ 916.37 કિલો સોનાનો જથ્થો પકડી પાડ્યો છે. 2022માં સમગ્ર વર્ષે 2283.38 કિલો સોનાનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. એટલે કે ગયા વર્ષે સોનાનો જે જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો તે પૈકીનો 38.44 ટકા સોનાનો જથ્થો વિભાગની ટીમે માત્ર બે મહિનામાં પકડી પાડવામાં સફળતા મેળવી છે.

Visit Saurashtra Kranti Homepage here

સોના પર દેશમાં કુલ 18.45 ટકા ટેક્સ લાગે છે. જેમાં 12.5 ટકા બેઝિક કસ્ટમ ડ્યૂટી, એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રકચરલ ડેવલપમેન્ટ સેસ 2.5 ટકા અને 3 ટકા GST લાગે છે. દેશમાં સોનાનું ઉત્પાદન નહિંવત છે.દેશમાં કુલ 2154.58 કિલો સોનાનો જથ્થો 2021માં જપ્ત કરાયો હતો. 2022માં દાણચોરી 10.62 ટકા વધી હતી. રાજ્યસભામાં એક પ્રશ્નનાં જવાબમાં નાણાં મંત્રાલય તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે.

Read About Weather here

કેરળમાં સૌથી વધુ દાણચોરી મારફતે સોનુ લવાય છે. 2022માં 755.80 કિલો એટલે કે કુલ દાણચોરી કરીને લવાયેલા સોનાનાં જથ્થા પૈકી 35.07 ટકા માત્ર આ રાજ્યમાં જ જપ્ત કરાયો છે. મહારાષ્ટ્ર 535.65 કિલો બીજા, તમિળનાડુ 519 કિલો સાથે ત્રીજા સ્થાને છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here