વડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ જર્જરિત નવું બનાવવા સ્થાનિક લોકોની માંગ

વડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ જર્જરિત નવું બનાવવા સ્થાનિક લોકોની માંગ
વડિયાની મુખ્ય પોસ્ટ ઓફિસનું બિલ્ડિંગ જર્જરિત નવું બનાવવા સ્થાનિક લોકોની માંગ

જો આવી જ સ્થિતિ રહી તો ચોમાસામાં કર્મચારીઓ અને લોકોની હાલત અતિશય કફોડી બનશે

(કિરીટ જોટવા દ્વારા)
અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં મુખ્ય પોસ્ટ ઓફિસ આવેલી છે. જ્યાંથી આજુબાજુના મોટાભાગના તમામ ગામડાઓની ટપાલ, બચત અને અન્ય કામગીરી થયા છે. આ પોસ્ટ ઓફિસનું બિલ્ડીંગ રાજાશાહી વખતનું છે. વર્ષો જુનુ બિલ્ડીંગ હોવાના કારણે તે હાલ ખુબ જર્જરિત હાલ તેમાં એક મણથી પણ વધુ વજનના પોપડા આ બિલ્ડીંગમાંથી પડી રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

રોજ વડિયાની બજારમાં લોકોમાં ચર્ચાતા આ મુદ્દા બાબતે રૂબરૂ મુલાકાત કરતા આ બિલ્ડીંગમાં બેસી શકાય કે તેમની કામ કરવાની બારી સામે સવારે જે લાઈનો લાગે છે ત્યાં ઉભું પણ ખૂબ જોખમી જોવા મળી રહ્યું છે. હાલ આ બિલ્ડીંગમાં અનેક જગ્યાએ પોપડા મોતના માલાજા સમાન લટકી રહ્યા છે ત્યારે આવનારા સમયમાં વધુ તાપ પડવાથી દીવાલો અને છતમાંથી ભેજ દૂર થતા હજુ મોટા પોપડા પડી શકે એમ છે. ત્યારે તે જોતા આ પોસ્ટ ઓફિસ હાલ અકસ્માત સંભવ ક્ષેત્ર બની હોય તેમ લાગી રહ્યું છે અને ગમે ત્યારે અહીંથી જર્જરિત બિલ્ડીંગના કારણે અકસ્માતના સમાચાર મળી શકે છે તો જો વ્યક્તિ કે તેમાં કામ કરતા કર્મચારીઓ પર લટકતા આ પોપડા પડે તો તે ઘટના સ્થળે તે નિર્દોષ વ્યક્તિ પોતાનો જીવ ગુમાવી શકે છે હાલ આ બિલ્ડીંગની સ્થિતિખુબ જ જર્જરિત છે આવનારા ચોમાસામાં આ બિલ્ડીંગમાં ચારે બાજુથી પાણી પડી શકે અને બેસવું અને કામ કરવુ પણ મુશ્કેલ બની શકે એમ છે ત્યારે આ બિલ્ડીંગમાં કામ કરતા કર્મચારીઓ અને કામ અર્થે આવતા લોકોના જીવ જોખમમાં ના મુકાય અને વડિયાને એક અધ્યતન સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે આધુનિક બિલ્ડીંગ બનાવવા લોક માંગણી જોવા મળી રહી છે.

Read About Weather here

આ બાબતે સ્થાનિક પોસ્ટ ઓફિસના કર્મીઓ, જિલ્લા પોસ્ટ વિભાગના બિલ્ડીંગ વિભાગ સાંભળતા અધિકારીનો સંપર્ક કરતા તેમને આ બિલ્ડીંગના ફોટા રાજકોટ ઓફિસમાં મોકલી આપ્યાનું જણાવાયું છે. હવે મોતના માલાજા સામાન આ બિલ્ડીંગ નવું બનાવવાની મંજૂરી કયારે મળે છે તેતો આવનારો સમય જ બતાવશે જો બિલ્ડિંગ નહિ બને તો ચોક્કસ કોઈ નિર્દોષનો ભોગ લેવાશે એ વાત બિલ્ડીંગની સ્થિતિ પરથી ચોક્કસ કહી શકાય એમ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here