ઘેલા સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વની કરાશે ભવ્ય ઉજવણી

ઘેલા સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વની કરાશે ભવ્ય ઉજવણી
ઘેલા સોમનાથ ખાતે મહાશિવરાત્રી પર્વની કરાશે ભવ્ય ઉજવણી

શિવરાત્રીને દિવસે ભવ્ય પાલખીયાત્રા લોકડાયરો મહાપ્રસાદ સહિતનું આયોજન

(ધર્મેશ કલ્યાણી દ્વારા)
સમગ્ર સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ જસદણ નજીકના ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવા માટે જસદણ ડેપ્યુટી કલેકટર કચેરી ખાતે આગેવાનોની એક બેઠક મળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જસદણના ડેપ્યુટી કલેકટર રાજેશ આલના અધ્યક્ષસ્થાને જસદણ ડેપ્યુટીકલ કલેક્ટર કચેરીના મિટિંગ હોલ ખાતે મળેલી બેઠકમાં મામલતદાર સંજયસિંહ અસવાર નાયબ મામલતદાર બી. એચ. કાછડીયા, ભાજપના પીઢ અગ્રણી અશોકભાઈ મહેતા, ભાજપ પ્રમુખ અનિલભાઈ મકાણી, જસદણ હવેલીના ટ્રસ્ટી ભરતભાઈ જનાણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને મહાશિવરાત્રીની ઉજવણી અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. જસદણના ડેપ્યુટી કલેકટર રાજેશ આલના જણાવ્યા મુજબ તા.18-2 ને શનિવારે મહાશિવરાત્રીના દિવસે ઘેલા સોમનાથ ખાતે મંગળા આરતી ભગવાન ભોળાનાથની ભવ્ય પાલખીયાત્રા મહાદેવની મહાપૂજા થશે આરતી રૂદ્રાભિષેક યોજાશે.

Read About Weather here

મહાશિવરાત્રીને દિવસે રાત્રે ઘેલા સોમનાથ મંદિર ખાતે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોકડાયરો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે. જેમાં દેવરાજભાઈ ગઢવી, હરદેવભાઇ આહિર, હાર્દિકભાઈ પંડ્યા, જયદીપભાઇ મહારાજ, હાર્દિક મિયાત્રા સહિતના લોકસાહિત્યકારો, હાસ્યકારો સંતવાણીના કલાકારો રમઝટ બોલાવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here