શિવરાત્રી નિમિત્તે રેલવે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન દોડાવશે

શિવરાત્રી નિમિત્તે રેલવે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન દોડાવશે
શિવરાત્રી નિમિત્તે રેલવે જૂનાગઢની સ્પેશિયલ ટ્રેન દોડાવશે
જૂનાગઢમાં મહાશિવરાત્રી મેળામાં જતા મુસાફરોની સુવિધા માટે રેલવે પ્રશાસન દ્વારા રાજકોટ-જૂનાગઢ વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે અને ઘણી ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવશે. રાજકોટ-જૂનાગઢ વચ્ચે ‘મેળા સ્પેશિયલ ટ્રેન’ 15થી 21 ફેબ્રુઆરી સુધી (16 અને 20 ફેબ્રુઆરી સિવાય) દોડશે.

Visit Saurashtra Kranti Homepage here

આ સ્પેશિયલ ટ્રેન રાજકોટથી સવારે 10.40 કલાકે ઉપડી જૂનાગઢ સ્ટેશને બપોરે 12.45 કલાકે પહોંચશે. તેવી જ રીતે આ ટ્રેન જૂનાગઢથી 15.30 કલાકે ઉપડશે અને 17.55 કલાકે રાજકોટ પહોંચશે. ટ્રેન બંને દિશામાં વડાલ, ચોકી સોરઠ, જેતલસર, નવાગઢ, વીરપુર, ગોમટા, ગોંડલ, રીબડા, કોઠારિયા અને ભક્તિનગર સ્ટેશન પર ઊભી રહેશે.

Read About Weather here

આ ઉપરાંત જે ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવનાર છે તેમાં ટ્રેન નં. 19119/19120 સોમનાથ-અમદાવાદ-સોમનાથ એક્સપ્રેસ, ટ્રેન નં. 09513/09514 વેરાવળ-રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નં. 19207/19208 પોરબંદર-સોમનાથ-પોરબંદર એક્સપ્રેસ અને ટ્રેન નં. 09522/09521 રાજકોટ-સોમનાથ-રાજકોટ પેસેન્જરનો સમાવેશ થાય છે તેવું રાજકોટ રેલવેના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાએ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here