10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ…!

10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ…!
10 દેશોમાં NRI નંબરથી થઈ શકશે UPI પેમેન્ટ…!
ભારત સરકાર દૂરસંચાર અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે  કહ્યું કે આ વર્ષથી અમે ડિજિટલ ઋણ સેવા શરૂ કરીશું. આગામી 10-12 વર્ષમાં  NPCI ઘણું આગળ હશે.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં ઈલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી મંત્રીએ યુપીઆઈ માટે વોઈસ આધારિત ચૂકવણી પદ્ધતિના પ્રોટોટાઈમનું અનાવરણ કર્યું. આ અવસરે મંત્રાલયના સચિવ અલ્કેશકુમાર શર્માએ કહ્યું કે યુપીઆઈ વૈશ્વિક ચૂકવણી માધ્યમ બનશે. જેના માટે NPCI એ અગાઉથી નેપાળ, સિંગાપુર, અને ભૂટાન વગેરે દેશો સાથે ભાગીદારી શરૂ કરી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ભારત દ્રષ્ટિકોણ હેતુથી આ મોટી ઉપલબ્ધિ હશે. 

Read About Weather here

તેમણે જણાવ્યું કે યુપીઆઈ સેવાઓ 10 દેશો ઓસ્ટ્રેલિયા, કેનેડા, હોંગકોંગ, ઓમાન, કતાર, સાઉદી અરબ, સિંગાપુર, યુએઈ, બ્રિટન, અને અમેરિકાના પ્રવાસી ભારતીયો માટે ઉપલબ્ધ હશે. આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે 2023માં ડિજિટલ ક્રેડિટ સિસ્ટમના પૂર્ણ રોલઆઉટના પોતાના દ્રષ્ટિકોણને શેર કર્યો અને NPCI ને આ દિશામાં આગળ વધવાનો નિર્દેશ આપ્યો. તેમણે જણાવ્યું કે યુપીઆઈ 123 પેને સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવા માટે મિશન ભાષિણી-રાષ્ટ્રભાષા અનુવાદ મિશન અને ડિજિટલ પેમેન્ટ એક સાથે આવ્યા છે. આ એક સામાન્ય વ્યક્તિને અવાજના માધ્યમથી પોતાની સ્થાનિક ભાષા ઈન્ટરફેસમાં ચૂકવણી કરવા માટે સક્ષમ બનાવશે. 

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here