ગુજરાતમાંથી ઝડપાયેલ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવાના બદલે તેમાંથી આવક મેળવવા માંગ

ગુજરાતમાંથી ઝડપાયેલ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવાના બદલે તેમાંથી આવક મેળવવા માંગ
ગુજરાતમાંથી ઝડપાયેલ દારૂ બિયરના જથ્થાનો નાશ કરવાના બદલે તેમાંથી આવક મેળવવા માંગ

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરાઇ

હરાજીથી થયેલ આવક પોલીસ પરિવાર અને શહીદોના પરિવારને આપવી જોઈએ: લલિત વસોયા

(આશિષ લાલકિયા દ્વારા)
ધોરાજી – ઉપલેટા વિધાનસભાના કોંગ્રેસ પક્ષના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

રજૂઆતમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યમાં દારૂબંધી છે છતાં પણ દર વર્ષે પોલીસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાનો દારૂ અને બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવે છે તે પોલીસની ખૂબ સરાહનીય કામગીરી છે ત્યારે આ ઝડપાયેલા દારૂ અને બિયરના જથ્થાને નાશ કરવામાં આવે છે ત્યારે નાશ કરાયેલા દારૂથી કોઈ ફાયદો જણાતો નથી ત્યારે સરકારે ગુજરાત સિવાયના જે રાજ્યની અંદર દારૂબંધી નથી તે રાજ્યની અંદર આ ઝડપાયેલ જથ્થો વહેંચી અને તેમાંથી આવક મેળવવી જોઈએ અને આ થયેલ આવક પોલીસ પરિવાના હિતમાં તેમજ દેશની રક્ષા માટે શહીદ થયેલા શહીદોના પરિવારને મદદરૂપ થવા માટે ઉપયોગમાં લેવામાં આવે તેવી માંગ કરી છે.

Read About Weather here

પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ મીડિયા સમક્ષ વાત કરતા જણાવ્યું હતું કે, તેમના દ્વારા ગુજરાત વિધાનસભાની અંદર પૂછાયેલા પ્રશ્ર્નના જવાબના બાબતને લઈને સરકાર દ્વારા વર્ષ 2020-21 ની અંદર 200 કરોડ ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપાયો છે જ્યારે 16 કરોડ ઉપરાંતનો બિયરનો જથ્થો ઝડપાયો છે જે પોલીસ વિભાગના ધારા ધોરણ મુજબ નાશ કરવામાં આવે છે ત્યારે આ જથ્થાનો નાશ કરવાને બદલે તેમાંથી આવક મેળવી પોલીસ પરિવાર અને શહીદ થયેલાના પરિવારને મદદરૂપ થવા માટેનો નિર્ણય સરકાર લે તેવી રજૂઆત કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here