અમરેલીની જુદી-જુદી પ્રાથમિક શાળાઓના બાળકોને ટેબલેટ વિતરણ

અમરેલીની જુદી-જુદી પ્રાથમિક શાળાઓના બાળકોને ટેબલેટ વિતરણ
અમરેલીની જુદી-જુદી પ્રાથમિક શાળાઓના બાળકોને ટેબલેટ વિતરણ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અમરેલીની જુદી-જુદી પ્રાથમિક શાળાઓના બાળકોને ટેબલેટ વિતરણ

ધો. 7માં અભ્યાસ કરતાં કુલ 131 બાળકોને ટેબલેટ વિતરણ કરીને અભ્યાસમાં આગળ વધવા પ્રોત્સાહન અપાયુંં

(અમારા પ્રતિનિધિ દ્વારા)
અમેરિકા-ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા અમરેલી જિલ્લાની 80 શાળાઓ પસંદ કરેલ છે. જેમાં અમરેલી શહેરમાં 4 શાળા પસંદ કરેલ. આ ફાઉન્ડેશનનાં ચેરમેન ભરતભાઈ દેસાઈ આ ટેબલેટના દાતા છે અને દીપશાળા પ્રોજેકટ અંતર્ગત જેસીંગપરા કુમારશાળા, જેસીંગપરા ક્ધયાશાળા, રોકડીયાપરા પ્રાથમિક શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતાં બાળકોને ર1મી સદીમાં ડીઝીટલ માધ્યમથી ગણિત-વિજ્ઞાન જેવા વિષયોનો અભ્યાસ સરળ બને તે હેતુથી 131 જેટલા ટેબલેટ વિતરણ કરાયા.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને અમર ડેરીનાં વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, જિલ્લા શિક્ષણાધિકારી લતાબેન ઉપાઘ્યાય, નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ ચંદુભાઈ રામાણી, કારોબારી ચેરમેન સુરેશભાઈ શેખવા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તુષારભાઈ જોષી, નગરસેવક સંદિપભાઈ માંગરોળીયા, અગ્રણી ઉદ્યોગપતિ ભદ્રેશભાઈ લાખાણી, શાસનાધિકારી હિરેનભાઈ બગડા સહિત શાળાના આચાર્ય, શિક્ષકો અનેવાલીઓ ઉપસ્થિત રહૃાા હતા. આ ઉપરાંત અમેરિકા-ઈન્ડિયા ફાઉન્ડેશનનાં પાથર, પૂનમબેન ભગત તથા જીતુભાઈ ઉપસ્થિત રહૃાા હતા તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની યાદી જણાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here