અમરેલીના મિતીયાળામાં આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, સિસ્મોલોજીની ટીમ રિસર્ચ કરવા પહોચી

અમરેલીના મિતીયાળામાં આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, સિસ્મોલોજીની ટીમ રિસર્ચ કરવા પહોચી
અમરેલીના મિતીયાળામાં આવતા ભૂકંપના આંચકાથી લોકોમાં ફફડાટ, સિસ્મોલોજીની ટીમ રિસર્ચ કરવા પહોચી

સાવરકુંડલા તાલુકાના મિતીયાળામાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા આવતા ભૂગર્ભિય હલચલ તેજ બની છે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના મિતીયાળામાં અવારનવાર ભૂકંપના હળવા આંચકા આવતા ભુગર્ભીય હલચલ તેજ બની છે, ત્યારે ભૂકંપથી ભયભીત મીતીયાળા પંથકમાં સિસ્મોલોજી વિભાગની ટીમ રિસર્ચ કરવા માટે આવી પહોચી હતી.

Visit Saurashtra Kranti Homepage here

અમરેલીના મિતીયાળા પંથકમા ભૂકંપના જે આંચકા અનુભવાતા હતા, તેની તીવ્રતા ઓછી રહેતી હતી. જેના કારણે ભૂકંપના આ આંચકા મિતીયાળા તથા આસપાસના 2-3 ગામમાં જ અનુભવી શકાતા હતા. જેના કારણે રીકટર સ્કેલ પર આ ભૂકંપ નોંધાતો ન હતો. પરંતુ છેલ્લા 36 કલાક દરમિયાન આવેલા ભૂકંપના આંચકાની તીવ્રતા વધુ હોય, ત્યારે આ બન્ને ભૂકંપ ગાંધીનગરમાં આવેલ સીસ્મોલોજી સેન્ટરમાં નોંધાયા હતા. અમરેલીના મિતીયાળામાં છેલ્લા 2 માસથી આવેલા 70 જેટલા ભૂકંપના આંચકાઓથી મીતીયાળાવાસીઓમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ, તુર્કી ખાતે ભૂકંપમાં થયેલી જાનહાનિનો ડર હવે મીતીયાળા પંથકમાં પણ જોવા મળ્યો છે, ત્યારે ગાંધીનગરથી સિસ્મોલોજી વિભાગની ટીમ સર્વે કરવા માટે મીતીયાળા આવી પહોચી હતી. અહી સતત આવતા ભૂકંપના આંચકાઓને લઈને સિસ્મોલોજી ટીમ દ્વારા રિસર્ચ કરવામાં આવશે.

Read About Weather here

આ પૂર્વે સિસ્મોલોજી વિભાગની ટીમે ગ્રામજનો સાથે બેઠક યોજી હતી. સિસ્મોલોજી વિભાગની ટીમે લોકોને ભૂકંપથી નહીં ગભરાવા અને મોટો ભૂકંપ આવવાની શકયતા બહુ ઓછી હોવાનું જણાવ્યું હતું. આ બેઠક દરમ્યાન અમરેલી કલેક્ટર, ધારાસભ્ય સહિતમોટી સંખ્યામાં મીતીયાળા સહિત આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here