ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે માટે મનપા દ્વારા યોજાઈ ડ્રાઈવ

ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે માટે મનપા દ્વારા યોજાઈ ડ્રાઈવ
ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે માટે મનપા દ્વારા યોજાઈ ડ્રાઈવ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં ઘરવિહોણા લોકોને આશ્રય મળી રહે તે હેતુથી દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના રાજકોટ શહેરમાં આશ્રયસ્થાન (રેનબસેરા) કાર્યરત છે.

Visit Saurashtra Kranti Homepage here

શાળા નં.10 હોસ્પિટલ ચોક,, ડોરમેટરી, ભોમેશ્ર્વર વાડી શેરી નં.2, બેડીનાકા આજીનદીના કાંઠે રાજકોટ મરચા પીઠ ઢોર ડબ્બા, આજીડેમ ચોકડી જુના જકાતનાકા, રામનગર આજીવસાહ 80 ફૂટ રોડ ખાતે કાર્યરત છે. આ આશ્રયસ્થાનોમાં ઘરવિહોણા લોકોને રહેવાની નિ:શુલ્ક પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. તેમજ સંચાલક સંસ્થાઓ દ્વારા અન્ય NGO ના સહયોગથી ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તમામ આશ્રયસ્થાનોમાં સ્ત્રી અને પુરૂષ વિભાગની અલાયદી વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ ઉપરાંત આશ્રયસ્થાનમાં આશ્રય લેનાર લાભાર્થીઓની આરોગ્ય ચકાસણી, બાળકો માટે આંગણવાડી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં માધ્યમથી શિક્ષણની વ્યવસ્થા પણ સુનિશ્ર્ચિત કરવામાં આવે છે.

Read About Weather here

આ આશ્રયસ્થાનોનો લાભ વધુમાં વધુ ઘરવિહોણા લોકોને મળી રહે તે માટે ગત તા.21 જાન્યુઆરીથી તા.31 દરમિયાન રાજકોટ શહેરના 80 ફૂટ રોડ વિસ્તાર, બાલાજી મંદિર, ઢેબર રોડ, ઇન્દિરા સર્કલ, રૈયા રોડ, સોરઠિયાવાડી સર્કલથી નંદાહોલ, અમુલ સર્કલથી આજીડેમ ચોકડી, રૈયા રોડ, જામનગર રોડ આસ પાસના સ્થળોએ દિવસ તથા રાત્રીના સમય દરમિયાન ડ્રાઈવ કરવામાં આવેલ. જેમાં 139 ઘરવિહોણા લોકોને રેનબસેરા અંગે માહિતી પ્રદાન કરવામાં આવેલ છે. આ ડ્રાઈવમાં આશ્રયસ્થાન સંચાલક સંસ્થાઓમાં અસ્તિત્વ ચેરીટેબલ ટ્રસ્ટના ઋષિરાજ ચુડાસમા વિદ્યાર્થી કલ્યાણ કેન્દ્ર ટ્રસ્ટના અમિતભાઈ ભાલારા, પ્રાર્થના સહિયર મહિલા મંડળ ટ્રસ્ટના પ્રભાબેન પારઘી, સત્યનામ રચનાત્મક વિકાસ મંડળ ટ્રસ્ટના પ્રતાપભાઈ પરમાર તથા તેની ટીમ દ્વારા કરવામાં આવેલ હતી. હાલ શિયાળાની ઋતું હોય ઘરવિહોણા લોકોને આશ્રયસ્થાનનો લાભ લેવા તથા શહેરીજનોને પણ ઘરવિહોણા લોકો જોવા મળે તો આશ્રયસ્થાનની જાણકારી આપવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here