બગસરા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

બગસરા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો
બગસરા નજીકથી વિદેશી દારૂ ભરેલ ટ્રક ઝડપાયો

પોલીસે ટ્રક સહિતના રૂા.33.22 લાખના મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપાયા

(મિલાપ રૂપારેલીયા દ્વારા)
વિગત એવા પ્રકારની છે કે, બગસરા નજીક આવેલ બાયપાસ રોડ ઉપર કળશ સર્કલ પાસેથી વડિયા તરફથી આવી રહેલ એક ટ્રકને બાતમીનાં આધારે અમરેલી એલસીબી પોલીસે રોકી તપાસ કરતા આ ટ્રકમાં અનાજના કટ્ટા નીચે છુપાવેલ વિદેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવતા પોલીસે વિદેશી દારૂ તથા ટ્રક સહિતના રૂા. 33.રર લાખનો મુદામાલ સાથે બે આરોપીને ઝડપી લઈ અન્ય 3 મળી કુલ પ અરોપી સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ બનાવમાં પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જૂનાગઢ ગામે રહેતા ધીરેન અમૃતલાલ કારીયા લાખાભાઈ રબારી નામનાં બે ઈસમોએ ગુજરાત બહારથી વિદેશી દારૂ મંગાવી અને ગુજરાતમાં વેચાણ કરવા માટે ટ્રક નં. જી.જે.-04 એકસ પ8પ6નાં ચાલક વરનીંગ કાંધાભાઈ મોરી (રે. જૂનાગઢ) તથા બીજા ટ્રક ચાલક મુન્નાભાઈ તથા અન્ય એક આરોપી જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્ર્વિન દેવજીભાઈ ચૌહાણ રે. જાંબુડી (તા. વિસાવદર)વાળા વગેરેએ મિલીભગત કરી અલગ અલગ વિદેશી દારૂની બોટલ નંગ-40ર0 કિંમત રૂા. 18,80,340 ટ્રકમાં ભરી વડિયાથી બગસરા તરફ મોડી રાત્રીએ નીકળતા આ અંગે અમરેલી લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી અને બાતમીવાળા ટ્રકને બગસરા નજીક બાયપાસ રોડ ઉપર આવેલ કળશ સર્કલ પાસે રોકી અને વિદેશી દારૂનો મસમોટો જથ્થો પકડી પાડી ટ્રક-1, મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 33,ર1,840 ના મુદ્દામાલ સાથે આરોપી ટ્રક ચાલક વરજાંગ કાંધાભાઈ મોરી તથા જયસુખ ઉર્ફે હસુ ઉર્ફે અશ્ર્વિન દેવજીભાઈ વાઘેલા નામનાં બે આરોપીને ઝડપી લીધા હતા.

Read About Weather here

\ઝડપાયેલ બન્ને આરોપીને પોલીસે આગવીઢબે પુછપરછ કરતા આ બનાવમાં અન્ય ત્રણ આરોપીઓનાં નામ જાહેર કરતાં પોલીસે ઝડપાયેલ બે આરોપી ઉપરાંત જુનાગઢના ધીરેન અમૃત લાલકારીયા, મુન્નાભાઈ તથા લાખાભાઈ રબારી સહિત પ ઈસમો સામે બગસરા પોલીસમાં ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here