રાજકોટની શાળાઓમાં બાળકો પાસે મજુરી કામ કરાવાતા NSUI લાલઘૂમ

રાજકોટની શાળાઓમાં બાળકો પાસે મજુરી કામ કરાવાતા NSUI લાલઘૂમ
રાજકોટની શાળાઓમાં બાળકો પાસે મજુરી કામ કરાવાતા NSUI લાલઘૂમ

શાળા નં.81માં બાળકો મજુરી કરી રહ્યાનો વીડિયો વાયરલ થતા શાસનાઅધિકારીને રજૂઆત

રાજકોટની શાળાઓમાં બાળકો પાસે મજુરી કામ કરાવાતા NSUI લાલઘૂમ શાળા
શહેરમાં મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળા ફરી એક વખત વિવાદમાં આવી છે. શાળા નં.81માં આચાર્યએ બે વિદ્યાર્થીને જોખમી રીતે સજા પર ચડાવી સફાઇ કરાવી હોવાનો વીડિયો વાયરલ થતા ચેરમેન સ્કૂલ પર દોડી ગયા હતા.
રાજકોટની એક શાળામાં વિદ્યાર્થીઓ પાસે ઇંટો ઉપાડવાનું કામ કરવામાં આવી રહ્યાની અને બીજી એક શાળામાં જાનના જોખમે માળિયા પર ચઢાવીને સફાઈ કરાવવામાં આવી રહ્યાનો વીડિયો વાયરલ થતા ભારે વિરોધ જાગી ઉઠ્યો છે. આ અંગે NSUI ના ગુજરાત પ્રદેશ સંગઠને શાસનાઅધિકારી સમક્ષ લેખિત રજૂઆત કરી છે. શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે જોખમી મજુરી કામ કરાવવામાં આવતું હોય તો તે તાત્કાલિક બંધ કરાવવા અને દોષિત પ્રિન્સીપાલો સામે કડક કાર્યવાહી કરાવવા વિદ્યાર્થી સંગઠને જોરદાર માંગણી કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

NSUI ના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ રાજકોટ શાસનાઅધિકારીને લેખિત રજૂઆત કરી છે કે, રાજકોટમાં અવાર-નવાર શાળામાં નાના બાળકો પાસે મજુરી કામ કરાવવામાં આવી રહ્યું છે. વાલીઓ માત્ર ભણવા માટે વિદ્યાર્થીઓને મોકલતા હોય છે ત્યારે શાળાના સ્ટાફ દ્વારા વિદ્યાર્થીઓ પાસે મજુરી કામ કરાવવાના કિસ્સા વારંવાર બની રહ્યા છે
પત્રમાં ધ્યાન દોરવામાં આવ્યું છે કે, રાજકોટના કોઠારિયામાં આવેલી શાળામાં નાના બાળકો પાસે ઇંટો ઉપડાવવામાં આવી રહ્યાનું તાજેતરમાં મીડિયાએ જાહેર કર્યું હતું. ગઈકાલે આવો જ એક કિસ્સો રાજકોટની સરકારી શાળા નંબર.8 માં બન્યો છે. ત્યાં બે નાના વિદ્યાર્થીઓને જાનના જોખમે માળિયા પર ચઢાવીને સફાઈ કામ કરાવવામાં આવી રહ્યાનો વીડિયો વાયરલ થયો છે. જયારે અમે એ સવાલ કરીએ છીએ કે, નાના બાળકો પાસે આવું મજુરી કામ કરાવવું યોગ્ય છે? આવી બાબતો ખુબ જ જોખમી કહેવાય. આવા બનાવ અવાર-નવાર બનતા રહે છે પણ તંત્ર સાવ મૌન છે.

Read About Weather here

સરકાર અને તંત્ર બાળકો પાસે મજુરી ન કરાવવાના અભિયાનો ચલાવે છે ત્યારે સરકારી શાળાઓમાં આવી જ કામગીરી કરવામાં આવે તે ખુબ જ ગંભીર બાબત છે. ત્યારે આવી ઘટનાઓનું પુનરાવર્તન થતું રોકવા અને આવી શાળાના આચાર્યો સામે કડક પગલા લેવા વિદ્યાર્થી નેતાએ માંગણી કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here