વડાપ્રધાનના હસ્તે 71 હજાર યુવાનોને નોકરી

વડાપ્રધાનના હસ્તે 71 હજાર યુવાનોને નોકરી
વડાપ્રધાનના હસ્તે 71 હજાર યુવાનોને નોકરી

વીડિયો કોન્ફરન્સથી કેન્દ્ર સરકારના અલગ-અલગ વિભાગો માટે નરેન્દ્ર મોદીએ બેરોજગાર યુવાનોને નિમણૂંક પત્ર આપ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે દેશના 71 હજાર યુવાનોને સરકારી નોકરીના નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા. આજે યોજાયેલા દેશના ત્રીજા રોજગાર મેળામાં વડાપ્રધાનના હસ્તે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો અને સંગઠનમાં નિમણૂંક માટેના પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. વડાપ્રધાને યુવાનો સાથે વીડિયો કોન્ફરન્સમાં વાર્તાલાપ પણ કર્યો હતો અને 9 નિયુક્ત કર્મીઓએ એમના જીવનના અનુભવો અંગે વડાપ્રધાન સાથે વાત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

આજે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો જીએસટી, આઈટી, સીઆઈએસએફ, ડાક સેવા, એન્જીન ડ્રાઈવર, જુનિયર ઈજનેર, ટેકનીશીયન, પીઆઈ અને પીએસઆઈ, કોન્સ્ટેબલ, સ્ટેનોગ્રાફર, ગ્રામીણ ટપાલ વિભાગ, શિક્ષક, નર્સ, ડોકટરો, સામાજિક સુરક્ષા અધિકારીઓના પદ પર વડાપ્રધાને 71 હજાર નિમણૂંક પત્રો એનાયત કર્યા હતા.વડાપ્રધાન કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, રોજગાર સર્જનને મુખ્ય પ્રાથમિકતા આપવાની વડાપ્રધાન મોદીની પ્રતિબધ્ધતા પરિપૂર્ણ કરવાની દિશામાં રોજગાર મેળો મહત્વનું પગલું છે. રોજગાર મેળા વધુ રોજગારી નિર્માણમાં ઉતપ્રેરક તરીકે કામ કરશે. યુવાનોને સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટેનો સાર્થક અને અર્થપૂર્ણ અવસર પ્રાપ્ત થશે.નવા નિયુક્ત કર્મચારીઓએ કર્મયોગી પ્રારંભ મોડ્યુલ અંગેના એમના અનુભવોનું વડાપ્રધાન સમક્ષ વર્ણન કર્યું હતું. વડાપ્રધાને યુવાનો સાથે ઓનલાઈન વાતચીત કરી હતી અને સંબોધન કર્યું હતું.

Read About Weather here

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સરકારમાં 10 લાખ લોકોની ભરતી કરવા માટે વડાપ્રધાનના નિર્દેશથી 2022 થી રોજગાર મેળો શરૂ કરવામાં આવ્યો છે.
જેમાં અત્યાર સુધીમાં સંખ્યાબંધ કેન્દ્રીયમંત્રીઓ પણ ભાગ લઇ ચુક્યા છે. આજના રોજગાર મેળામાં વડોદરાથી કેન્દ્રીય રેલવેમંત્રીએ ઓનલાઈન હાજરી આપી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here