ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશન તથા IIID સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો-કેશ

ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશન તથા IIID સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો-કેશ
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસિએશન તથા IIID સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસ્પો એન્ડ શો-કેશ

રાજકોટ: ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાતે આવેલા પરેશભાઈ ગજેરા, શૈલીબેન ત્રિવેદી, અમીતભાઈ, વિક્રાંતભાઈ શાહ, રાજદીપસિંહ જાડેજા, સંદીપભાઈ સાવલિયા, હરેશભાઈ પરસાણા, દર્શિતાબેન જોષી અને કિરીટભાઈ ડોડીયા તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ ખાતે ગુજરાતનો સૌથી મોટો પ્રોપ્રટી એકસ્પોને અપાતો આખરી ઓપ: શુક્રવારે ખુલ્લો મુકાશે

સૌરાષ્ટ્ર ક્રાંતી કાર્યાલયની મુલાકાતે આવેલા રાજકોટ બિલ્ડર એસો.ના પ્રમુખ પરેશ ગજેરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ક્રેડાઈ રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન તથા ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ-સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા આયોજીત પ્રોપર્ટી એકસ્પો અને શોકેશ-2023 આગામી તા.6 થી 11 જાન્યુઆરી 2023 દરમ્યાન રેસકોર્ષ ગ્રાઉન્ડ, રાજકોટ ખાતે આયોજન કરવામાં આવનાર છે.

Visit Saurashtra Kranti Homepage here

6 જર્મન એસી ડોમ,પ્રોપર્ટી અને ડીઝાઈન ક્ધસલ્ટન્ટ સેમિનાર-કોન્ફરન્સ,આશરે 50000 સ્કે.મીટરની વિશાળ જગ્યામાં 300થી વધારે સ્ટોલ,50 જેટલા બિલ્ડરોનાં 150 થી,વધારે પ્રોજેકટનું ડિસપ્લે,138 બિલ્ડર સ્ટોલ-176 ઈન્ટીરીયર પ્રોડકટ્સ સ્ટોલ,150થી વધારે લોકલ અને નેશનલ પ્રોડકટસના ડિસપ્લે,ડેઈલી ઈવનિંગ ઈવેન્ટ-લાઈવ આર્ટ ક્રાફટ વર્કશોપ,150થી વધારે લોકલ અને નેશનલ કંપનીઓની ઇન્ટીરીયર બ્રાન્ડ પણ એકસ્પોમાં જોવા મળશે

એકસ્પોમાં 50 જેટલા બિલ્ડરોના 150 પ્રોજેકટનું ડિસ્પ્લે, 138 પ્રોપર્ટી સ્ટોલ અને 176 જેટલા ઇન્ટીરીયર સ્ટોલ પ્રોડકટસના સ્ટોર ખુલ્લા મુકાશે: સ્ટોલના બેસ્ટ પ્રોજેકટ ધારકોને એવોર્ડ સન્માનીત કરાશે: બોલીવુડ અભિનેત્રી અમિષા પટેલ પધારશે

મહાનુભાવોને વરદહસ્તે ધમાકેદાર શુભારંભ: ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ-ધારાસભ્યઓને વિશેષ આમંત્રણ અપાયું; રેસકોર્ષ ખાતે આગામી
તા.6 થી 11 જાન્યુઆરી 2023 દરમ્યાન યોજાશે

સમગ્ર ગુજરાતનો સૌથી મોટો પ્રોપ્રર્ટી એકસ્પો તા.6 જાન્યુઆરીના રોજ ખુલ્લુ મુકવામાં આવનાર છે. આ એકસ્પોમાં ગુજરાતના રાજ્યપાલ તેમજ મુખ્યમંત્રી અને મંત્રીઓ ઉપરાંત ધારાસભ્યઓને પધારવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવેલ છે. જેમાં આશરે 3,50,000 જેટલા લોકો આ એકસ્પોની મુલાકાત લેશે.આ એકસ્પોમાં લોકોએ સપનાનું ઘર વિચારેલ હશે તેવા પ્રોજેકટપણ હશે તો સાથે સાથે ધર વપરાશને લગતા તમામ ઈન્ટીરીયર ડીઝાઈનીંગ તથા આર્કિટેકચરલની તમામ જરૂરીઆત એક સ્થળે મળી રહેશે. આ ઉપરાંત પ્રોપર્ટી ડેવલોપર્સ અને નાના-મોટા બિલ્ડર્સ, સેનેટેરીવેર્સ અને બાથ ફીટીંગ્સ, સ્ટોન અને ટાઈલ્સ ઉત્પાદકો, ડોર અને વિન્ડો, હાર્ડવેર અને ફર્નિચર ફીટીંગ્સ, કીચન અને હોમ એપ્લાયન્સીઝ, લાઈટ્સ અને ઈલેકટ્રીક આઈટમ્સ, પ્રીન્ટ અને ક્ધટ્રકશન્સ કેમીકલ્સ, ડેકોરેટીવ ગ્લાસ અને ગ્લાસ ફીટીંગ્સ, એરકંડીશન્સ, બિલ્ડીંગ મટીરીયલ્સ, પ્રોફેશ્નલ અને ડીઝાઈન એકેડેમીક ઈન્સ્ટીટયુટ પણ જોડાયેલ છે.

આ એકસ્પોમાં 300 થી વધારે સ્ટોલ ઉભા કરવામાં આવેલ છે. સમગ્ર ઇવેન્ટમાં કોન્ફરન્સ અને સેમિનારનું આયોજન 200 લોકોની બેઠક ક્ષમતા સાથે થશે. એકસ્પોમાં કુલ 50,000 સ્કે. મીટર જગ્યામાં ઉભુ કરાશે. 1500 થી વધુ લોકોની બેઠકની ક્ષમતા ધરાવતા સેન્ટ્રલ પ્લાઝા હશે. ક્રેડાઇ આર.બી.એ અને IIID ના રાષ્ટ્રીય સભ્યો પણ આ પ્રસંગે હાજર રહેશે. આ એકસ્પોમાં 50 જેટલા બિલ્ડરોનાં 150 પ્રોજેકટનું ડિસ્પ્લે, 138 પ્રોપર્ટી સ્ટોલ અને 176 જેટલા ઈન્ટીરીયર સ્ટોલ પ્રોડકટ્સના સ્ટોલ આપની સમક્ષ ખુલ્લા મુકવામાં આવનાર છે. જેમાં 150 થી વધારે લોકલ અને નેશનલ કંપનીઓની ઈન્ટીરીયર બ્રાન્ડ પણ આ એકસ્પોમાં જોવા મળશે.

આ એકસ્પોમાં આવનાર મુલાકાતીના મનોરંજન માટે દરરોજ અવનવા ઈવેન્ટનું પણ આયોજન કરવામાં આવેલ. જેમાં 175 થી વધારે કલાકારો દ્વારા ધમાકેદાર ભાંગડા, મેવાસી, કથક, મણીપુરી, ભરત નાટયમ્, રાઠવા, તેમજ સૌરાષ્ટ્રના કલાકારો પોતાની કલાનાં કામણ પાથરશે. તદ્ઉપરાંત બોલીવુડ અભિનેત્રી અમીષા પટેલ પણ ખાસ પધારશે. આ શોની સાથે સાથે એવોર્ડ ફંકશન પણ રાખેલ છે. જેમાં સ્ટોલનાં બેસ્ટ પ્રોજેકટ ધારકોને એવોર્ડ આપી પ્રોત્સાહીત કરવામાં આવશે.આ ઈવેન્ટને સફળ બનાવવા મુજરા ઈવેન્ટસનાં 100 થી વધારે વ્યકિતઓ કે જેઓ પ્રોડકશન, આર્ટીસ્ટો અને મેનેજમેન્ટ જેવી વિવિધ ટીમો બનાવી સક્રિય બનેલ છે.

આ એકસ્પોમાં રાજકોટના નામાંકિત 50 થી વધારે બિલ્ડરો દ્વારા 150 થી વધારે પ્રોજેક્ટનું ડિસ્પલે રજુ કરવામાં આવનાર છે. જેથી કરીને આપને આપની પસંદગી અને બજેટને અનુરૂપ ચોઈસ કરી શકશો. તો સાથે સાથે મુલાકાતીઓની સરળતા માટે નામાંકિત બેન્કનાં એકઝીકયુટીવ પણ હાજર રહેશે. જેથી આપની પસંદગીની પ્રોપ્રટી ઉપર આપને કેટલી લોન અને કેટલું ડાઉન પેમેન્ટ તે અંગેની જાણકારી ત્વરીત મળી રહે.આ એકસ્પોમાં સ્પેશ્યલી ડિઝાઈનર ડોમમાં પેઈન્ટીંગ ઝોન, સેમિનાર ડોમ જેમાં દરરોજ નામાંકિત વકતાઓના સેમિનાર, રીક્રીએશન ડોમમાં આર્ટીસ્ટ દ્વારા ભાતીગળ પેઈન્ટીંગની અદ્ભુત કૃતિઓ રજુ કરશે. રાજકોટ જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની જનતા માટે આ આ એકસ્પો મુલાકાત લેવી તે એક મહામુલો લ્હાવો છે કારણ કે જ્યાં આપને જોઈતી તમામ પ્રોડકટસ એક છત નીચે મળી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

ધ ક્ધફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા એટલે કે ક્રેડાઈથી વધુ જાણીતું છે, અને તેના એકભાગ રૂપે રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન એક સંસ્થા છે જે એક બેનર હેઠળ બાંધકામ ઉદ્યોગના વિવિધ શાખાઓને એક સાથે લાવે છે. આ સંગઠન 1990 માં શરૂ થયું હતું.તેવી જ રીતે ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સની સ્થાપના 1972 માં કરવામાં આવી હતી. આ સંગઠનનું ઉદ્દેશ તેના સભ્યોમાં સારી વ્યાવસાયીક અને વેપાર પદ્ધતિઓ અને નૈતિકતા અધિષ્ઠા પિત કરવાનું છે. આ સંસ્થાને ભારતના ઇન્ટિરિયર ડિઝાઇન વ્યવસાયમાં આગળ વધવા માટેના દૃશ્ય સાથે શરૂઆત કરવામાં આવી હતી. IIID ઈન્સ્ટીટયુટ ઓફ ઈન્ડીયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને APSDA-એશીયા પેસિફીક સ્પેસ ડિઝાઇનર્સ એસોસિએશનનું સભ્ય છે. IIID પાસે સમગ્ર દેશમાં 31 ચેપ્ટર અને સેન્ટર છે. સૌરાષ્ટ્ર ચેપ્ટર IIID ના સૌથી સક્રિય ચેપ્ટરોમાંનુ એક છે. તેમ જણાવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here