રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં 8 કરોડના વિકાસ કામોને મંજૂરી

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં 8 કરોડના વિકાસ કામોને મંજૂરી
રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ સામાન્ય સભામાં 8 કરોડના વિકાસ કામોને મંજૂરી

નાણાંપંચના આયોજન અંગે ચર્ચા: નવા રોડ-રસ્તા, પુલિયા સહિતના કામો ઝડપથી પૂર્ણ કરવા સૂચના

રાજકોટ જિલ્લા પંચાયતની આજે ખાસ સામાન્ય સભા મળી હતી જેમાં 8 કરોડ જેટલા રૂપિયાના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.વર્ષ 2022-23 ના 15 માં નાણાંપંચના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનમાં સુધારો કરવા સહિતના મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.રાજકોટ જિલ્લા પંચાયતની આ ખાસ સામાન્ય સભામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના તાજેતરમાં અવસાન પામેલા પૂ.હીરાબાને બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જિલ્લા પંચાયતના સભાખંડમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરના અધ્યક્ષ સ્થાને મળેલી આ સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી સહિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તમામ શાખા અધિકારીઓ અને જિલ્લા પંચાયત કારોબારી સમિતીના ચેરમેન સહદેવસિંહ જાડેજા તથા તમામ સમિતિ અધ્યક્ષો અને સભ્યો હાજર રહ્યા હતા.
આ બેઠકમાં અગાઉની સભામાં લીધેલા નિર્ણયો પર ભરવામાં આવેલા પગલાં, તા.14-10-22ના રોજ મળેલી કારોબારી બેઠકની કાર્યવાહીની વિવિધ મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી હતી.તેમજ કરોડો રૂપિયાના વિવિધ વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

તદ ઉપરાંત વર્ષ 2022-23ના 15માં નાણાંપંચ હેઠળના જિલ્લા કક્ષાના 10 ટકાના આયોજનમાં સુધારો કરવા સહિતના વિવિધ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત રાજકોટની સ્વ ભંડોળ યોજનાનો સપ્ટેમ્બર 2022નો પ્રગતિ અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો.રાજકોટ જિલ્લા પંચાયતનાં વર્ષ 2023-24 ના 15 મું નાણાપંચના કામોનું આયોજન કરાયું હતું જેમાં માળખાગત કામો (અનટાઈડ) માટે કુલ રકમ 394.85 લાખ અને પાણીના કામો (ટાઇડ) માટે કુલ રકમ 197.00 લાખતથા સફાઈના કામો (ટાઇડ) માટે કુલ રકમ 194.50 લાખ આમ કુલ રકમ રૂપિયા – 386,35 લાખના એટલે કે 8 કરોડ રૂપિયા જેટલી રકમના વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here