વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન તા.1 ડિસેમ્બરે થવાનું છે, પ્રથમ તબક્કાના મતદાનને ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે રાજકોટમાં રવિવારે પોલીસ જવાનો માટે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું હતું જેમાં 900થી વધુ પોલીસ જવાનોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
Visit Saurashtra Kranti Homepage here
મતદાનના દિવસે ચૂંટણી બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીઓ પણ પોતાના મતાધિકાર ભોગવી શકે તે માટે અગાઉથી પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવે છે, જેના ભાગરૂપે રાજકોટ વિધાનસભાની બેઠકો માટે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે મતદાન પ્રક્રિયા રવિવારે હાથ ધરવામાં આવી હતી, જેમાં રાજકોટ પૂર્વ બેઠક માટે 288, પશ્ચિમ બેઠક માટે 69, દક્ષિણ બેઠક માટે 144 અને ગ્રામ્ય બેઠક માટે 31 સહિત 900થી વધુ પોલીસ જવાનો દ્વારા બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here