પ્રથમ તબકકાની ચૂંટણીનું આંશિક ચિત્ર સાંજે સ્પષ્ટ

પ્રથમ તબકકાની ચૂંટણીનું આંશિક ચિત્ર સાંજે સ્પષ્ટ
પ્રથમ તબકકાની ચૂંટણીનું આંશિક ચિત્ર સાંજે સ્પષ્ટ
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબકકાની 89 બેઠકો માટે ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં ઉમેદવારી નોંધાવવા છેલ્લી ઘડીનો ધસારો છે. રાજકીય પક્ષોના ઉમેદવારો ઉપરાંત ટિકિટ ન મળવાથી નારાજ તથા અન્ય અપક્ષ ઉમેદવારોએ હોડ લગાવી છે. આજે આંશિક રીતે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે જયારે 17મીએ ફોર્મ પાછા ખેંચવાના અંતિમ દિવસે ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા મહિને બે તબકકામાં યોજાવાની છે. પ્રથમ તબકકામાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા દક્ષિણ ગુજરાતના જીલ્લાઓની 89 બેઠકો સામેલ છે. આ બેઠકો પર 1લી ડિસેમ્બરે ચૂંટણી થવાની છે અને તેમાં ફોર્મ ભરવા માટે આજે છેલ્લો દિવસ છે. એકાદ સપ્તાહથી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ જ હતી. અત્યાર સુધીમાં 447 ફોર્મ ભરાયા હતા. હવે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ઉમેદવારોએ દોટ લગાવી છે.
ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિ-પાંખીયો જંગ ખેલાવાનો છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારોના નામો વહેલા જાહેર કરી દેવાયા હતા. તેમાંથી અનેક અગાઉથી જ ફોર્મ ભરી દીધા હતા. પરંતુ શનિ-રવિમાં ફોર્મ ભરવામાં રજા હતી અને ત્યારે જે ઉમેદવારોના નામો જાહેર થયા છે તેઓને આજે જ ઉમેદવારી કરવી પડે તેમ છે.ચૂંટણી ફોર્મ ભરવાના આજના છેલ્લા દિવસે ધસારો થવાની સ્થિતિને ધ્યાને રાખીને ચૂંટણી તંત્ર દ્વારા આગોતરી તૈયારી કરી જ લેવામાં આવી હતી.

Read About Weather here

નિયમ પ્રમાણે બપોરે ત્રણ વાગ્યા સુધી ફોર્મનો સ્વીકાર કરવાનો થાય છે. આ સમય પૂર્વે જ ફોર્મ ભરવા આવી ગયા હોય અને વારો આવવાની પ્રતિક્ષામાં હોય તેવા ઉમેદવારોને ટોકન આપીને 3 વાગ્યા પછી પણ ફોર્મ સ્વીકારવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ તબકકાની 89 બેઠકોમાં ઉમેદવારી નોંધાવવાની પ્રક્રિયા પૂર્ણ થવા સાથે આજે આંશિક ચિત્ર સ્પષ્ટ થઈ જશે. આવતીકાલે તા.15મીએ ફોર્મની ચકાસણી થશે. 17મી નવેમ્બર સુધીમાં ફોર્મ પાછા ખેંચાશે અને ત્યારબાદ સંપૂર્ણ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here