પંજાબના અમૃતસરમાં ભૂકંપ, રિકટર સ્કેલ પર 4.1ની તીવ્રતા નોંધાઈ

ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ
ઉત્તર ભારતમાં 6.6ની તીવ્રતાનો ભૂકંપ
પંજાબના અમૃતસરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, સોમવારે વહેલી સવારે અમૃતસરમાં 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ મધ્યરાત્રે 3.42 કલાકે આવ્યો હતો જેનું કેન્દ્રબિંદૃુ અમૃતસરથી 145 કિમી દૃૂર હતું. એનસીએસ અનુસાર, આ ભૂકંપ જમીનની નીચે 120 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. આ પહેલા શનિવારે રાત્રે ઉત્તર ભારતમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

રિપોટર્સ અનુસાર, શનિવારે આવેલા ભૂકંપના જોરદાર આંચકાને કારણે ચંદીગઢમાં એક આર્ટ કોલેજની દિવાલ ધરાશાયી થઈ ગઈ હતી. સદૃનસીબે આમાં કોઈ દુર્ઘટના થઈ નથી. રિપોર્ટ અનુસાર, શનિવારે રાત્રે લગભગ 8 વાગ્યે ભૂકંપ આવ્યો હતો, પરંતુ સરકારી આર્ટ કોલેજની દિવાલ 10 વાગ્યે ધરાશાયી થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ભારતના ઘણા રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.શનિવારે રાત્રે આવેલા ભૂકંપના આંચકા ઉત્તર પ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હીમાં અનુભવાયા હતા. એનસીએસ અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી હતી. જોકે તેનું કેન્દ્ર નેપાળમાં જણાવવામાં આવ્યું હતું.

Read About Weather here

નેપાળની ભૂકંપ મોનિટરિંગ સંસ્થાના જણાવ્યા અનુસાર ભૂકંપનું કેન્દ્ર બજાંગમાં હતું.એટલું જ નહીં ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. શનિવારે, લગભગ 4.25 વાગ્યે રાજ્યના પૌડી ગઢવાલ ક્ષેત્રમાં 3.4ની તીવ્રતાનો હળવો ભૂકંપ નોંધાયો હતો. બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડડર્સના સિસ્મિક ઝોનિંગ નકશા અનુસાર, દિલ્હી સિસ્મિક ઝોન ઈંટ માં આવે છે, ઝોન ઈંટ માં એવા વિસ્તારોનો સમાવેશ થાય છે જે સિસ્મિકલી બીજા કરતા સૌથી વધુ સક્રિય છે, જ્યારે ઝોન ટ સૌથી વધુ સક્રિય છે, જેમાં ધરતીકંપનું સૌથી વધુ જોખમ રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here