નીરવ મોદીને ભારત લવાશે!

નીરવ મોદીને ભારત લવાશે!
નીરવ મોદીને ભારત લવાશે!
ટૂંક સમયમાં ભાગેડુ નીરવ મોદી જ ભારત આવશે. આ માટે બ્રિટનની હાઇકોર્ટે લીલી ઝંડી આપી છે. ત્યાંની હાઈકોર્ટ દ્વારા પ્રત્યાર્પણ રોકવાની અપીલ કરી હતી તે અરજીને કોર્ટે ફગાવી દીધી છે. કોર્ટનું કહેવું છે કે નીરવનું પ્રત્યાર્પણ કોઈ પણ રીતે અન્યાયી કે દમનકારી નહીં હોય. ભારત લાંબા સમયથી નીરવ મોદીનું પ્રત્યાર્પણ ઈચ્છે છે. પરંતુ બ્રિટનમાં બ્રિટનમાં આશરો લઈ રહેલો નીરવ મોદી એ કાર્યવાહીથી બચવા માટે સતત અલગ-અલગ દલીલો આપી રહ્યો છે. બ્રિટન હાઇકોર્ટમાં નીરવનો વકીલ કહે છે કે, તે ડિપ્રેશનનો શિકાર છે અને ભારતની જેલમાં જેવી સ્થિતિ છે તે સુસાઈડ પણ કરી શકે છે. આ આધારે પ્રત્યાર્પણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. પરંતુ બ્રિટનની હાઇકોર્ટે સુનાવણી પછી નીરવ મોદીની અરજી ફગાવી દીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલ નીરવ મોદીની ટીમે હાઈકોર્ટના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી નથી. પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટના નિર્ણયની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી શકે છે. 14 દિવસની અંદર નીરવ મોદીએ ત્યાંની સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવવો પડશે. પરંતુ સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલે સુનાવણી ત્યારે થશે, જ્યારે હાઇકોર્ટ તરફથી એ કહેવામાં આવે કે અરજી જનહિતની છે.નીરવ મોદી પર મેહુલ ચોક્સી સાથે મળીને પંજાબ નેશનલ બેંક(PNB)માં છેતરપિંડી કર્યાનો આરોપ છે. ફેબ્રુઆરીમાં બ્રિટનની વેસ્ટમિનિસ્ટર કોર્ટે નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવા મંજૂરી આપી હતી. આ નિર્ણય વિરુદ્ધ તેણે લંડન કોર્ટમાં અપીલ કરી હતી.

થોડા સમય પહેલા નીરવ મોદીએ કહ્યું હતું કે, તેને ભારત પોલીસના હવાલે કરવામાં આવશે તો તે જીવતો નહીં રહી શકે. લંડનની એક જેલમાં બંધ નીરવ મોદીને મનોચિકિત્સકને જણાવ્યું કે, ભારતને પ્રત્યાર્પણ કરવામાં આવશે તો મરી જશે કા આત્મહત્યા કરી લેશે. મહારાષ્ટ્રના જેલ વિભાગે 2019માં જ લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં બેરેક નંબર-12 વિશે માહિતી શેર કરી હતી. જેલ વિભાગે કહ્યું હતું કે, નીરવ મોદીને જ્યાં રાખવામાં આવશે, તે જગ્યાને હાઇ સિક્યોરિટી વાળી હશે અને ત્યાં મેડિકલ સુવિધા પણ હશે.

Read About Weather here

આ પછી કોર્ટે નીરવને ભારત પરત લાવવા મંજૂરી આપી છે. કોર્ટે કહ્યું કે, નીરવ મોદી બેરેક નંબર-12માં સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. નીરવની દલીલ હતી કે, તેની માનસિક હાલત યોગ્ય નથી અને જો તેને ભારત મોકલવામાં આવે, તો તે સુસાઈડ કરી લેશે. તેના પર પણ કોર્ટે કહ્યું કે બેરેક નંબર-12માં નીરવ આત્મહત્યા કરે તેવી કોઈ શક્યતા નથી, કારણ કે ત્યાં તેના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here