બેંકોને 10 લાખથી વધુ રકમના વ્યવહારોની વિગતો આપવા આદેશ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
જિલ્લા કલેક્ટર, ચૂંટણી અધિકારી અરૂણ મહેશ બાબુએ આર્થિક વ્યવહારો પર સઘન નજર રાખવા માટે બેંક અધિકારીઓને આદેશ કર્યા છે. જિલ્લા ચૂંટણી અધિકારીએ બેંક અને પોસ્ટ અધિકારીઓને સૂચના આપતા જણાવ્યું હતું કે, ચૂંટણી પ્રક્રિયા વખતે ઉમેદવારોને ખર્ચનું ખાતું ખોલાવવામાં સરળતા રહે તે માટે વ્યવસ્થા, હેલ્પ ડેસ્ક ગોઠવવા સહિત કોઇ અગવડતા ન પડે તેની તકેદારી રાખવા કહ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

આ ઉપરાંત એક લાખથી વધુના નાણાકીય વ્યવહારો પર સઘન ધ્યાન રાખવા તેમજ 10 લાખથી વધુના વ્યવહારોની વિગતો ચૂંટણી પંચને આપવાની તેમજ જો કોઈ શંકાસ્પદ વ્યવહાર ધ્યાનમાં આવે કે, અચાનક કોઈ ખાતામાંથી નાણાકીય વ્યવહારો વધી જાય તેના પર ધ્યાન રાખવા તેમજ તમામ વિગતો ચૂંટણીપંચને આપવા આદેશ કર્યો હતો.

Read About Weather here

બેંકોને સમયાંતરે નાણાંની હેરફેર કરવાની હોય છે તેમાં સ્ટાફના ઓળખપત્ર, આધાર, પુરાવા સાથે રાખવા તેમજ નાણાંની હેરફેર પણ ઓફિસ સમય દરમિયાન જ કરવા સૂચના આપી હતી. પોસ્ટ ઓફિસમાંથી અચાનક વધુ પડતા નાણાકીય વ્યવહારો થવા લાગે તો તેની વિગતો આપવા આદેશ કર્યો છે. બેઠકમાં ચૂંટણી ખર્ચના નોડલ અધિકારી દેવ ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનર એ.કે. સિંઘ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એસ.જે. ખાચર, લીડ બેન્કના મેનેજર સંજય મહેતા સહિતના હાજર રહ્યાં હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here