કરાઇ પોલીસ અકાદમી ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો

કરાઇ પોલીસ અકાદમી ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો
કરાઇ પોલીસ અકાદમી ખાતે દીક્ષાંત સમારોહ યોજાયો
પોલીસ અકાદમી કરાઇ ખાતે આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં ૧૪ મહિલા સહિત ૪૬ નવનિયુક્ત પીઆઈએ શપથ ગ્રહણ કર્યા છે. આ નવા પોલીસ અધિકારીઓમાં ૩ ડોક્ટર, ૨૫ ઈજનેર અને ૩ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ધરાવે છે. ગાંધીનગર સ્થિત કરાઈ પોલીસ અકાદમીના દીક્ષાંત – પાસિંગ આઉટ પરેડ સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા.

Visit Saurashtra Kranti Homepage here

આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, સ્વની પરવા કર્યા વિના સમાજ માટે, અન્યો માટે, તેમની રક્ષા માટે સમર્પિત ભાવે કર્તવ્યરત પોલીસ દળે ગુજરાતની વિકસિત- સુરક્ષિત રાજ્યની ગરિમા વધારી છે. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે જ્યારે રાજ્યની સુરક્ષા તેમજ કાયદો- વ્યવસ્થાની વાત આવે ત્યારે ગુજરાતને મોખરે પહોંચાડવામાં પોલીસ વિભાગનો સિંહ ફાળો રહ્યો છે.

Read About Weather here

તાલીમ દરમિયાન વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટતા મેળવનાર ઓફિસરોને મુખ્યમંત્રીએ ટ્રોફી, પુરસ્કાર તથા સવોર્ડ ઓફ ઓનરથી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પરેડ નિરીક્ષણ કર્યું હતું. કરાઈ પરેડ ગ્રાઉન્ડ ખાતે જાંબાઝ પોલીસ ઇન્સ્પેકટરો- પ્લાટુન દ્વારા શિસ્તબદ્ધ રીતે માર્ચ પાસ્ટ કરીને સલામી આપી મુખ્યમંત્રી સહિત મહાનુભાવોનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પોલીસ અકાદમી કરાઇ ખાતે આયોજિત દીક્ષાંત પરેડ સમારોહમાં અકાદમીના ઉચ્ચ પોલીસ અધિકારીઓ, વિવિધ તાલીમાર્થીઓ સહિત રાજ્યભરમાંથી દીક્ષાંર્થીના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here