હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન

હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન
હિમાચલ પ્રદેશમાં 12 નવેમ્બરે મતદાન

હિમાચલપ્રદેશની વિધાનસભા ચૂંટણી 12મી નવેમ્બરે એક જ તબકકામાં ચૂંટણી યોજાશે અને 8મી ડિસેમ્બરે મતગણતરી થશે.

Visit Saurashtra Kranti Homepage here

મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે હિમાચલપ્રદેશના ચૂંટણી કાર્યક્રમનું એલાન કરતા જણાવ્યું હતું કે એક જ તબકકામાં રાજયમાં ચૂંટણી થશે. 17 ઓકટોબરે ચૂંટણીનું જાહેરનામુ જારી થશે. 25 ઓકટોબરથી ઉમેદવારી નોંધાવી શકાશે. 27 ઓકટોબરે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. 29 ઓકટોબરે ફોર્મ પાછા ખેંચવાનો છેલ્લો દિવસ રહેશે જયારે 12મી નવેમ્બરે મતદાન યોજાશે. હિમાચલપ્રદેશની ચૂંટણીમાં નવા 43000 થી વધુ મતદાનો ઉમેરાયા છે. 68 બેઠકોમાંથી 17 બેઠકો અનુસૂચિત જાતિ અને ત્રણ બેઠકો અનુસૂચિત જનજાતિ માટે અનામત રહેશે.

Read About Weather here

મુક્ત અને ન્યાયી ચૂંટણી થાય તે માટે ‘નો યોર કેન્ડીડેટ’ (કેવાયસી) એપ્લીકેશન અમલમાં મુકવામાં આવશે. પંચ દ્વારા કેટલાક મહિનાઓથી તૈયારી કરવામાં આવી રહી હતી અને વિવિધ વિભાગો સાથે ચર્ચા કર્યા બાદ ચૂંટણી કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે. 80 વર્ષથી વધુની વયના અને કોરોના સંક્રમીત મતદાતાઓને ઘર બેઠા બેલેક પેપરથી મતદાનની સુવિધા પુરી પાડવામાં આવશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર રાજીવકુમારે જાહેર કર્યુ કે દેશ હાલ તહેવારોની ઉજવણીમાં વ્યસ્ત છે અને અમો તેમાં ફેસ્ટીવલ ઓફ ડેમોક્રેસી એટલે કે લોકશાહીના તહેવારની જાહેરાત કરી રહ્યા છીએ. આ અંગે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે 80 વર્ષ કે તેથી ઉપરની ઉમરના નાગરિકો પોતાના ઘરેથી મતદાન કરી શકશે. આ માટે ચૂંટણીપંચ ટુંક સમયમાં જ પ્રક્રિયાની જાહેરાત કરશે. આમ દેશમાં પ્રથમ વખત 80 વર્ષથી વધુના લોકોને વોટ ફ્રોમ હોમની સુવિધા આપવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here