ગુજરાત ST નિગમ તહેવારને લઈ વધારાની બસો દોડાવશે…!

ગુજરાત ST નિગમ તહેવારને લઈ વધારાની બસો દોડાવશે...!
ગુજરાત ST નિગમ તહેવારને લઈ વધારાની બસો દોડાવશે...!
દિવાળીનો તહેવાર ઉજવવા માટે પોતાના વતનમાં જતાં લોકો માટે ગુજરાત ST નિગમ દ્વારા 19થી 24 ઓક્ટોબર સુધી વધારાની 2300 બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 1550 જેટલી વધારાની બસો સુરત ડિવિઝનમાંથી દોડાવવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

અમદાવાદ વિભાગમાંથી પણ વધારાની 700 જેટલી બસો દોડાવવામાં આવશે.માત્ર સુરત અને અમદાવાદ જ નહીં રાજ્યભરના એસટી ડેપોમાંથી વધારાની બસો દોડાવવામાં આવશે. દિવાળીના તહેવારને લઈ પ્રવાસીઓને કોઈ હાલાકી ન વેઠવી પડે તે માટે એસટી નિગમ 19થી 24 ઓક્ટોબર દરમિયાન વધારાની 2300 બસો દોડાવશે

Read About Weather here

ખાસ કરીને સૌરાષ્ટ્ર, પંચમહાલ, દાહોદ, ગોધરા માટે વધારાનું સંચાલન કરવામાં આવશે તેવું એસ. ટી. નિગમના અધિકારી કે. ડી. દેસાઈએ મીડિયાને જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે, પ્રવાસીઓને પૂરતા પ્રમાણમાં બસ મળી રહે એ માટે અમારા તમામ વિભાગીય નિયમકો, તમામ ટ્રફિક અધિકારીઓ, તમામ ડેપો મેનેજરોને હેડ ક્વાર્ટરમાં રહીને ટ્રાફિક સુપરવાઈઝરોને બસ સ્ટેશન પર હાજર રાખીને એકસ્ટ્રા સંચાલન કરવા નિગમના ઉપાધ્યક્ષ દ્વારા આદેશો આપવામાં આવ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here