આવતીકાલે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાર્થીઓ માટે ફ્રી મેગા સેમિનાર…

આવતીકાલે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાર્થીઓ માટે ફ્રી મેગા સેમિનાર...
આવતીકાલે સ્‍પર્ધાત્‍મક પરીક્ષાર્થીઓ માટે ફ્રી મેગા સેમિનાર...

મનપા તથા વેબસંકલનના સંયુકત ઉપક્રમે પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ ખાતે સવારે 10 વાગ્‍યે આયોજન

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૪ રવિવારના રોજ વેબસંકુલ-ગાંધીનગરના માધ્‍યમથી ફ્રી મેગા સેમિનાર યોજાશે.

Visit Saurashtra Kranti Homepage here     

  સ્‍ટે.કમિટી ચેરમેન પુષ્‍કરભાઇ પટેલ,  મ્‍યુનિસિપલ કમિશનર અમિત અરોરા,  સમાજ કલ્‍યાણ સમિતી ચેરમેન પરેશભાઈ પીપળીયા એ જણાવ્‍યું હતું કે,  મહાનગરપાલિકા દ્વારા આવતીકાલ તા.૪ રવિવારના રોજ સવારે 10 કલાકે, પૂ.પ્રમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે GPSC તથા રાજ્‍ય સરકારની વર્ગ-૩ની સ્‍પર્ધાત્‍મક પરીક્ષા માટે ગરીબ અને મધ્‍યમ વર્ગના વિદ્યાર્થીઓને મદદ થવાના ભાગરૂપે ઓનલાઈન વિડીયો કોર્ષ શરૂ કરવાના અનુસંધાને વેબ સંકુલ ગાંધીનગરના માધ્‍યમથી ફ્રી મેગા સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે.

 આ કાર્યક્રમનું દિપ-પ્રાગટ્ય ગુજરાત રાજયના વાહનવ્‍યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગનાં મંત્રી અરવિંદભાઈ રૈયાણીના હસ્‍તે કરવામાં આવશે. આ કાર્યક્રમ મેયર ડૉ. પ્રદીપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને યોજાશે.

Read About Weather here

આ સેમિનાર સાંસદ મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ  શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના અધ્‍યક્ષ ઉદયભાઈ કાનગડ, રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, ડેપ્‍યુટી મેયર ડૉ. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી, નરેન્‍દ્રસિંહ ઠાકુર તેમજ શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્‍દ્રસિંહ વાળા, વેબસંકુલના ડિરેક્‍ટર વિકાસ ભારતીય વગેરે ઉપસ્‍થિત રહેશે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here