ગઢડા સ્વામિનારાયણ મંદિરને બચાવવા માટે એસ.પી.સ્વામીને હટાવવાની ઉઠી માંગ

ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ
ન્યાયતંત્રમાં રચાયો ઈતિહાસ: સુપ્રીમ કોર્ટનાં 9 જજ ની એક સાથે શપથ વિધિ

ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં ચાલી રહેલા નેતૃત્વ પરિવર્તના વિવાદમાં ચેરમેનની ઓફિસમાં પોલીસ કામગીરીથી ક્લેક્ટરને આવેદનપત્ર અપાઈ રહૃાાં છે. સુરત ક્લેક્ટરને આજે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તોને આવેદનપત્ર આપી પોલીસ કામગીરીની પ્રશંસા કરી છે. સાથે જ એસ.પી.સ્વામિને મંદિરમાંથી હટાવવાની માંગ કરવામાં આવી છે. ગઢડામાં સ્વામિનારાયણ મંદિરમાં નેતૃત્વ પરિવર્તન માટેનો વિવાદૃ ચાલી રહૃાા છે.

દરમિયાનમાં ૬ ડિસેમ્બરે ડીવાયએસપી રાજદીપિંસહ નકુમે ચેરમેનની ખુરશીમાં બેસી જઇને દૃાદૃાગીરી કરી ગેરવર્તણૂક કરી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેની સામે આજે ક્લેક્ટરને આવેદનપત્ર આપતા સામેના પક્ષે કહૃાું કે, પોલીસની યોગ્ય કામગીરીથી આવારા તત્વો પરેશાન થયા છે. ગઢઋડાની ઘટનાના પડઘા સુરત સુધી પડ્યા છે.

મંગળવારે સુરત સ્વામિનારાયણ સંપ્રદૃાયના હરિભક્તો દ્વારા સુરત જિલ્લા સેવાસદન પાસે કલેકટરને આવેદૃનપત્ર આપી ડીવાયએસપી નકુમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. સાથે જ ગઢડાથી એસ.પી. સ્વામિને હટાવીને મંદિર બચાવો તેવા કટ આઉટ સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો.