૨૫ ડિસેમ્બરે વડાપ્રધાન મોદી સુશાસન દિવસ નિમિત્તે દેશભરના ખેડૂતોને સંબોધશે

૨૫મી ડિસેમ્બરે ૯ કરોડ ખેડૂતોના ખાતામાં ૧૮ હજાર કરોડ જમા કરાવશે

દૃેશમાં છેલ્લા ૨૬ દિવસથી ચાલતા ખેડૂત આદોલન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોની વચ્ચે જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આગામી ૨૫મી ડિસેમ્બરને સુશાસન દિવસ નિમિત્તે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના ખેડૂતોને સંબોધન કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૯ કરોડ ખેડૂત ખાતેદારોના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા જમા કરાવશે.

દેશમાં છેલ્લા ૨૬ દિવસથી ચાલતા ખેડૂત આંદૃોલન વચ્ચે કેન્દ્ર સરકારે ખેડૂતોની વચ્ચે જવાનો કાર્યક્રમ ઘડી કાઢ્યો છે. આગામી ૨૫મી ડિસેમ્બરને સુશાસન દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરના ખેડૂતોને સંબોધન કરશે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ૯ કરોડ ખેડૂત ખાતેદૃારોના ખાતામાં ૧૮ હજાર કરોડ રૂપિયા જમા કરાવશે. ૨૫મી ડિસેમ્બરને બપોરના ૧૨ કલાકે વડાપ્રધાન ખેડૂતોને સંબોધન કરશે. એ સમયે, ગુજરાત ભાજપના હોદ્દેદૃારો અને પદાધિકારીઓને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની વચ્ચે રહેલા અને વડાપ્રધાન મોદીનું પ્રવચન સાંભળવા ભાજપે સુચના આપી છે.