મિથુન ચક્રવર્તીને ફૂડ પોઇઝનીંગ થતાં શુટિંગ દરમિયાન સેટ પર પડી ગયા, શુટિંગ અટક્યું

ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મ ’ધ કાશ્મીર ફાઈલ્સ’નું શુટિંગ નવેમ્બર મહિનાથી મસૂરીમાં શરૂ કર્યું છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પુનીત ઈસ્સાર મહત્ત્વના રોલમાં છે. શનિવાર, ૧૯ ડિસેમ્બરના રોજ મિથુનદા મસૂરીમાં આઉટડોર શુટિંગ કરતાં હતાં. આ સમયે અચાનક જ તેમની તબિયત લથડી હતી. સૂત્રોના મતે, મિથુન ચક્રવર્તીને અચાનક જ ફૂડ પોઇઝનીંગ થયું હતું અને સેટ પર શુટિંગ દરમિયાન પડી ગયા હતા. ડિરેક્ટર વિવેકે તાત્કાલિક શુટિંગ અટકાવવાનો નિર્ણય લીધો હતો. મિથુન ચક્રવર્તીએ શુટિંગ પૂરું કરવાનો આગ્રહ કર્યો હતો. વિવેક અગ્નિહોત્રીએ કહૃાું હતું, ’અમે ફિલ્મની એક્શન સીક્વન્સનું શુટિંગ કરતાં હતાં.

શુટિંગમાં મિથુન ચક્રવર્તીનું પાત્ર સેન્ટરમાં હતું, પરંતુ અચાનક જ તેમની તબિયત બગડી હતી. તેમને ફૂડ પોઇઝનીંગ થયું હતું. તેઓ વ્યવસ્થિત રીતે ઊભા પણ રહી શકે તેમ નહોતાં. જોકે, તેમણે થોડો સમયનો બ્રેક લીધો અને પછી આખું શુટિંગ પૂર્ણ કર્યું હતું. તેમની તબિયત એ હદૃે ખરાબ હતી કે કોઈ પણ શૂટ કરી શકે નહીં. જોકે, તેમણે સીન પૂરો કર્યો. આથી જ તેઓ સુપરસ્ટાર છે.

તેઓ મને સતત કહેતાં હતાં કે છેલ્લાં ઘણાં વર્ષથી તેઓ બીમાર પડ્યા નથી. તેઓ સતત મને પૂછતા હતા કે તારું શુટિંગ અટકી નથી પડ્યું ને? મને સાચે જ નવાઈ લાગી હતી, કારણ કે મેં ક્યારેય નવી જનરેશનને આટલાં ડેડિકેશનથી કામ કરતાં જોઈ નથી. વધુમાં વિવેકે કહૃાું હતું, ’મિથુનદા પોતાના કામ અંગે ઘણાં જ ફોકસ છે અને પ્રોફેશનલ એક્ટર છે, આ જ કારણે તેઓ સુપરસ્ટાર છે. જ્યારે તેઓ રવિવારે સેટ પર પરત આવ્યા ત્યારે તેઓ એનર્જીથી ભરપૂર જોવા મળ્યાં હતાં અને બધા સ્પીડમાં કામ કરે તે વાતનું ધ્યાન રાખ્યું હતું. મિથુન ચક્રવર્તી જેવા કલાકારો યુનિટ માટે સંપત્તિ સમાન છે.’