દાંતીવાડામાં દૃૂધ દોહવાનું મશીન ચાલુ કરતા જ વીજ કરંટ લાગવાથી ૧૧ ગાયોના મોત

બનાસકાંઠામાં કોટડા ભાખર ગામે આજે દૃૂધ દોહવાના મશીનથી કરંટ લાગતા ૧૧ ગાયોના મોત થયા છે. બનાવને પગલે બનાસડેરીના અધિકારીઓ, પોલીસ અને યુજીવીસીએલની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી હતી જ્યારે વીજ કરંટથી મોત થતાં પશુપાલકને અંદાજે ૧૧ લાખ રૂપિયાનું નુકસાન થયું છે. પશુપાલક રામસુંગ પટેલે જણાવ્યું છેકે, મારે ગાયોનો તબેલો છે. મશીનથી ગાયો દોવાતી હતી. આજે સવારે ગાયો દૃોહવા માટે મશીન લગાવ્યું અને ટપોટપ ૧૧ ગાયો મૃત્યુ પામી છે, જ્યારે ત્રણ ગાયો બચી ગઇ છે.

કરન્ટ લાગવાથી ગાયો મૃત્યુ પામી હતી. એક ગાયની કીમત ૧ લાખ ૨૫ હજારની આસપાસની છે. બનાવ અંગે બનાસ ડેરી, સરકારી ડોક્ટર, યુજીવીસીએલ અને જે કંપનીના મશીન હતા તેને અને પોલીસને જાણ કરી છે. દૃૂધ દોહવાનું મશીન બનાવતી કંપનીના એક ડીલર આવ્યા હતા અને તેમણે મશીન ચેક કર્યું હતું જેમાં બોડી શોટ મશીન બતાવ્યું હતું. આ બનાવ અંગે કંપની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી પશુપાલકે માગ કરી છે.

અધિકારી આર.એન. મુઢે જણાવ્યું છેકે, દાતીવાડા નાયબ ઇજનેરે ૧૧ ગાયોના મૃત્યુ અંગે જાણકારી આપી હતી. જેથી હું સ્થળ તપાસે આવ્યો છું. પ્રથમ ષ્ટિએ આ ગાયના મૃત્યુ દૃૂધ દોહવાના મશીનથી થયેલા શોર્ટ સર્કિટના કારણે થયા હોવાનું જણાય આવે છે.