આજના રાશિફળ પર એક નજર

આજના રાશિફળ પર એક નજર
આજના રાશિફળ પર એક નજર

મેષ

(જેનું નામ અ, લ, ઈ થી શરૂ થાય છે)

તમારો પોઝિટિવ દૃષ્ટિકોણ પારિવારિક અને સામાજિક ગતિવિધિઓમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં મદદગાર રહેશે. પારિવારિક સભ્યો તથા સંબંધીઓ સાથે સંબંધ વધારે સારા જળવાયેલાં રહેશે.આ વાતનું ધ્યાન રાખો કે કોઇ પણ જગ્યાએ સહી ન કરો. કેમ કે, તેની ખરાબ અસર તમારા ઉપર જ થશે. પ્રોપર્ટીને લગતાં કાર્યોમાં મુશ્કેલી આવી શકે છે. જેના કારણે ચિંતા રહેશે. આ સમયે ધૈર્ય જાળવી રાખવું યોગ્ય છે.આ સમયે સ્પર્ધાના વાતાવરણમાં વધારે મહેનત તથા સમય આપવાની જરૂરિયાત છે.પતિ-પત્ની એકબીજાના સહયોગ દ્વારા ઘરની કોઇપણ સમસ્યાને ઉકેલવામાં સક્ષમ રહેશે.ગેસ અને કબજિયાતની ફરિયાદ રહેશે.

વૃષભ

(જેનું નામ બ, વ, ઉ થી શરૂ થાય છે)

કોઇ જૂની યોજનાને શરૂ કરવાનો યોગ્ય સમય છે. આજે કોઇ ખૂબ જ મોટી દુવિધા દૂર થશે. ઘરના વડીલ તથા અનુભવી લોકોના માર્ગદર્શનથી અનેક મુશ્કેલીઓનું સમાધાન મળી શકશે.અન્યના મામલે સલાહ આપવાથી તમે મુશ્કેલીમાં પડી શકો છો. સ્વભાવમાં ઇગો અને ગુસ્સાની સ્થિતિ આવવા દેશો નહીં. તેના કારણે અનેક બનતાં કામ ખરાબ થઇ શકે છે. કોઇપણ સંબંધને મધુર જાળવી રાખવા જરૂરી છે.વ્યવસાયિક મામલે રૂપિયાની લેવડ-દેવડમાં સાવધાની જાળવો.જીવનસાથીના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

મિથુન

(જેનું નામ ક. છ. ઘ. થી શરૂ થાય છે)

આર્થિક સ્થિતિ સારી જળવાયેલી રહેશે. નજીકના સંબંધીઓ સાથે મુલાકાત થશે તથા કોઇ વિશેષ મુદ્દા ઉપર ચર્ચા-વિચારણાં પણ થઇ શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ થોડો સમય પસાર કરો.વ્યક્તિગત કાર્યો સાથે-સાથે બાળકોની સમસ્યાઓ ઉપર પણ ધ્યાન આપો. તમારો સહયોગ તેમના આત્મવિશ્વાસને વધારશે. જો જમીન વેચવાને લગતી યોજના બની રહી છે તો આજે તેને ટાળો.કાર્યક્ષેત્રમાં કોઇ દુવિધા હોવાથી ભાઈઓ કે નજીકના મિત્રની મદદ લો.પતિ-પત્ની વચ્ચે કોઇ મુદ્દાને લઇને વિવાદ થઇ શકે છે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

કર્ક

(જેનું નામ ડ, હ થી શરૂ થાય છે)

આજનો દિવસ ભાગ્યોદય કારક રહેશે. તમારી વાતો તથા કાર્યશૈલી દ્વારા લોકો પ્રભાવિત થશે. દોડભાગ તો વધારે રહેશે, પરંતુ કાર્યોની સફળતા તમારા થાકને દૂર કરી દેશે. પ્રોપર્ટીને લગતાં કાર્યો પૂર્ણ થશે.સમયની કિંમતને ઓળખો. યોગ્ય સમયે કામ ન કરવાથી તમારું જ નુકસાન થશે. બાળકોનું અભ્યાસથી ધ્યાન હટી શકે છે. ઘરના વડીલોના માન-સન્માનનું વિશેષ ધ્યાન રાખો.વ્યવસાયને વધારવા માટે નવી યોજનાઓ બનશે.જીવનસાથીનો તમારા મુશ્કેલ સમયમાં પૂર્ણ સહયોગ રહેશે.દવાઓની જગ્યાએ યોગ અને કસરત તમારા સ્વાસ્થ્યને સુધારશે.

સિંહ

(જેનું નામ મ, ટ થી શરૂ થાય છે)

આ રાશિના લોકો પોતાના કાર્યો પ્રત્યે પૂર્ણ રૂપથી સજાગ રહેશે. આ સમયે ગ્રહ સ્થિતિઓ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. અચાનક જ કોઇ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક રહેશે.મનમાં થોડા નકારાત્મક વિચાર ઊભા થઇ શકે છે. અનુભવી લોકોના સંપર્કમાં થોડો સમય પસાર કરો અથવા એકાંતમાં બેસીને આત્મ ચિંતન કરો. કોર્ટને લગતાં મામલાઓ ગુંચવાઇ શકે છે.આજે દૂરના ક્ષેત્રથી થોડા મહત્ત્વપૂર્ણ સંપર્ક સ્થાપિત થશે તથા સારા ઓર્ડર પણ મળવાની સંભાવના છે.પરિવાર કે વ્યવસાયની વચ્ચે યોગ્ય તાલમેલ જાળવો.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.

કન્યા

(જેનું નામ પ, ઠ, ણ થી શરૂ થાય છે)

આજે તમે તમારી ચતુરાઈ દ્વારા કોઇ સમસ્યાનું સમાધાન મેળવવામાં સક્ષમ રહેશો. જે કામ છેલ્લાં ઘણાં સમયથી અટવાયેલું હતું તે આજે તમારી કોશિશ દ્વારા પૂર્ણ થવાની સંભાવના છે.વિદ્યાર્થી તથા યુવા વર્ગ પોતાના અભ્યાસ અને કરિયર પ્રત્યે ફોકસ રહે. આ સમયે ખોટા ખર્ચમાં કાપ મુકો. સોશિયલ મીડિયા તથા ખોટી ગતિવિધિઓમાં સમય નષ્ટ ન કરો.આ સમયે કામકાજને લઇને પૂર્ણ ગંભીરતા અને સાદગી રાખો.લગ્નજીવન સુખદ રહેશે.નસમાં દુખાવની સમસ્યા પરેશાન કરી શકે છે.

 તુલા

(જેનું નામ ર. ત. થી શરૂ થાય છે)

આ રાશિના લોકો સંતુલિત પ્રવૃત્તિના હોય છે. આજે તમારો આ ગુણ તમારી ઉન્નતિમાં મદદગાર રહેશે. ઘણાં દિવસો પછી ઘરમાં નજીકના સંબંધીઓના આગમનથી ઉત્સવનું વાતાવરણ રહેશે.ક્યારેક વાતચીત દરમિયાન તમારા મોઢામાંથી એવી કોઇ વાત નીકળી શકાય છે, જે સંબંધો માટે નુકસાનદાયી રહેશે. આજે અનેક મામલે ધીરજ અને ધૈર્ય રાખવું જરૂરી છે.કાર્ય વિસ્તારને લગતી યોજનાઓમાં હળવી પરેશાની રહેશે.પારિવારિક વાતાવરણ સુખદ રહેશે.શરદીની અસર તમારા સ્વાસ્થ્ય ઉપર પડી શકે છે.

વૃશ્ચિક

(જેનું નામ ન. ય. થી શરૂ થાય છે)

આવકનો કોઇ મહત્ત્વપૂર્ણ સ્ત્રોત બનશે. નવી યોજનાઓને પણ શરૂ કરવાનો યોગ્ય સમય છે. કોઇ ધાર્મિક સ્થળમાં પણ તમારો સમય પસાર થશે. વડીલોના આશીર્વાદ અને સ્નેહ પરિવાર ઉપર જળવાયેલો રહેશે.સમયની કિંમતને ઓળખો. આળસને તમારા ઉપર હાવી થવા દેશો નહીં. કોઇ મિત્ર સ્વાર્થની ભાવનાથી તમારી સાથે સંબંધ ખરાબ કરી શકે છે એટલે કોઇના ઉપર વધારે વિશ્વાસ ન કરો.નવા કરાર વિકસિત થઇ શકે છે. કોઇ નવા કામની શરૂઆત કરવા માટે સમય યોગ્ય છે.લગ્નજીવન સારું રહેશે.સ્વાસ્થ્ય ઠીક રહેશે.

ધન

(જેનું નામ ભ, ધ, ફ, ઢ થી શરૂ થાય છે)

દોડભાગ તથા મહેનત વધારે રહેશે, કાર્યની સફળતા તમારો થાક દૂર કરી દેશે. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી આત્મિક શાંતિ પ્રાપ્ત થશે. આજે તમને કોઇ રસપૂર્ણ કાર્યને કરવામાં પણ સમય પસાર કરો.વિદ્યાર્થીઓ આળસના કારણે તેમના અભ્યાસ ઉપર ધ્યાન આપી શકશે નહીં. બાળકોને લગતી ગતિવિધિઓમાં પણ ધ્યાન આપવું જરૂરી છે. આજે કોઇપણ પ્રકારની યાત્રા કરવાથી કોઇ ફાયદો થશે નહીં.કાર્યક્ષેત્રમાં તમારા સ્પર્ધીઓની ગતિવિધિઓ ઉપર પણ નજર રાખો.વધારે કામનો ભાર રહેવાના કારણે ઘર-પરિવાર માટે પણ સમય પસાર કરવો પારિવારિક સંબંધોને વધારે મજબૂત કરશે.સ્વાસ્થ્ય સારું રહેશે.

 મકર

(જેનું નામ ખ. જ. થી શરૂ થાય છે)

રાજનૈતિક તથા સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કાર્યોમાં ગતિ આવશે. બાળકોની સમસ્યાના સમાધાનમાં તમારો સહયોગ તેમના માટે ખૂબ જ યોગ્ય રહેશે.થોડી ખરાબ નિયતના લોકો તમારી માનહાનિ અને અપમાનનું કારણ બનશે. એટલે નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો. વિદ્યાર્થી સોશિયલ મીડિયા તથા ખોટા કાર્યોથી ધ્યાન હટાવીને તેમના અભ્યાસમાં ધ્યાન આપે.વ્યવસાયમાં થોડા રિનોવેશન કે વિસ્તારને લગતી યોજના બની રહી છે તો તેના ઉપર વિશેષ રૂપથી તમારું ધ્યાન કેન્દ્રિત કરો.કોઇ બહારના વ્યક્તિના કારણે ઘરમાં થોડું નકારાત્મક વાતાવરણ ઊભું થશે.ગેસ અને એસિડિટીની સમસ્યા રહેશે.

કુંભ

(જેનું નામ ગ. સ. શ. ષ. થી શરૂ થાય છે)

આજનો દિવસ ખૂબ જ વ્યસ્ત તથા લાભકારી રહેશે. તમારા ઉદેશ્યોને પૂર્ણ કરવામાં ધ્યાન આપો. તમને સફળતા મળશે. ઘરની સજાવટ અંગેના કાર્યોમાં પણ સમય સારો પસાર થશે.કોઇ જૂનો ઝઘડો ફરી ઊભો થઇ શકે છે. જૂની વિતેલી વાતો વર્તમાન ઉપર હાવી થવા દેશો નહીં. તમારા વિચારો પોઝિટિવ જાળવી રાખો. આર્થિક મામલે વિશેષ ધ્યાન આપો.વ્યવસાયમાં થોડા નવા કરાર વિકસિત થઇ શકે છે.લગ્નજીવન મધુર જળવાયેલું રહેશે.વધારે મહેનતના કારણે થાક અને નબળાઇ હાવી થઇ શકે છે.

મીન

(જેનું નામ દ. ચ. ઝ. થ. થી શરૂ થાય છે)

આ સમયે અનેક ખર્ચ સામે આવશે પરંતુ સાથે જ આવકના સ્ત્રોત પણ વધવાથી આર્થિક સમસ્યાઓ રહેશે નહીં. કોઇ સંમેલન કે સમારોહમાં જવા માટે આમંત્રણ મળી શકે છે.કોઇના ઉપર વધારે વિશ્વાસ કરવો નુકસાનદાયી સાબિત થઇ શકે છે. તમારા નિર્ણયને સર્વોચ્ચ રાખો. સંબંધીઓ સાથે વ્યવહાર કરતી સમયે વ્યવહામાં સોમ્યતા જાળવો.વ્યવસાયમાં નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવસાયિક સંબંધ સ્થાપિત કરતાં પહેલાં યોગ્ય વિચાર કરી લો.ઘર-પરિવારમાં એકબીજા પ્રત્યે પ્રેમ જળવાયેલો રહેશે.સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે.