800 અબજ પાઉન્ડના ખર્ચે સાઉદી અરેબિયા બનાવવા જઈ રહ્યું છે આ વસ્તુ

800 અબજ પાઉન્ડના ખર્ચે સાઉદી અરેબિયા બનાવવા જઈ રહ્યું છે આ વસ્તુ
800 અબજ પાઉન્ડના ખર્ચે સાઉદી અરેબિયા બનાવવા જઈ રહ્યું છે આ વસ્તુ
સાઉદી અરેબિયા 800 અબજ પાઉન્ડ (રૂ. 766 અબજ)ના ખર્ચે ‘સાઈડવે સ્કાયસ્ક્રેપર’ બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ ઈમારત લગભગ 120 કિલોમીટર લાંબી હશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે, તેમાં 50 લાખ લોકો રહેશે. આ પ્રોજેક્ટને ‘મિરર લાઈન’ નામ આપવામાં આવ્યું છે, કારણ કે તેના નિર્માણમાં મિરરનો ઉપયોગ કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, તેની આકાર લગભગ મેસેચ્યુસેટ્સ જેટલી હશે અને તે એમ્પાયર સ્ટેટ બિલ્ડીંગ કરતા પણ ઉંચી હશે.

Visit Saurashtra Kranti Homepage here

અહેવાલ અનુસાર, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જાન્યુઆરી 2021માં આ વિશાળ ઈમારતને લઈને પોતાની યોજના જાહેર કરી હતી. સાથે જ ઈજિપ્તના પિરામિડની તર્જ પર સાઉદી અરેબિયાએ પોતાના પિરામિડ બનાવવાના હેતુ અંગે જણાવ્યું હતું. સાઈડવે સ્કાયસ્ક્રેપર ‘મિરર લાઈન’ એક રણ શહેર ‘નિઓમ’નો ભાગ હશે. તેમાં બે 1600 ફૂટ ઉંચી ઈમારતનો સમાવેશ થશે. જે રણમાં એકબીજાની સમાંતર હશે.

Read About Weather here

તેને બનાવવામાં 50 વર્ષનો સમય લાગશે. આ એટલા લાંબા હશે કે એન્જિનિયરોને પૃથ્વીની વક્રતાને ધ્યાનમાં લેવા માટે સ્ટ્રટ્સની જરૂર પડશે. તેની પોતાની હાઈ-સ્પીડ રેલ્વે લાઈન હશે.આયોજકો આ પ્રોજેક્ટના ખર્ચ પર સવાલ ઉઠાવી રહ્યા છે. તેઓ પૂછે છે કે, શું લોકો મહામારી બાદ મર્યાદિત જગ્યામાં રહેવા માટે તૈયાર થશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here