રાજકોટ મનપાની ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં હજુ શિક્ષણકાર્ય ઠપ્પ!

રાજકોટ મનપાની ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં હજુ શિક્ષણકાર્ય ઠપ્પ!
રાજકોટ મનપાની ઇંગ્લિશ મિડિયમ સ્કૂલમાં હજુ શિક્ષણકાર્ય ઠપ્પ!

‘અમારા બાળકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શ્રી રવિન્દ્રનાથ ટાગોર ઈંગ્લીશ મીડીયમ સ્કૂલ, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે વર્ષ 2022-23 પ્રવેશ મેળવ્યો છે, છતાં પણ હજુ સુધી બાળકોનો અભ્યાસ શરૂ થયો નથી. રાજ્યમાં તથા શહેરમાં તમામ જગ્યાએ પ્રથમ સત્રમાં બાળકોનું શિક્ષણ કાર્ય ચાલુ છે. પણ અમારા બાળકોનું શિક્ષણ કાર્ય હજુ પણ શરૂ થયેલ નથી. બાળકોને શાળાએ બોલાવવામાં આવતા નથી.’ તેવો આક્રોશ અને ચિંતા સાથે વાલીઓએ મનપાના શાસનાધિકારને રજૂઆત કર્યાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

વાલીઓએ આક્ષેપ કર્યો છે કે, તમામ શાળાઓના વેકેશન તા.13/06/2022 સોમવારથી ખુલી ગયેલ છે, જ્યારે અમારા બાળકોની શાળામાં શિક્ષણ કાર્ય હજુ સુધી શરૂ થયેલ નથી. જેથી વાલીઓ દ્વારા શાળાની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં હાજર સ્ટાફ દ્વારા બાળકોને બેસવાની કોઈ વ્યવસ્થા જ ન હોવાનું કહેવાયું હતું. તંત્ર દ્વારા સોંપાયેલ બિલ્ડીંગની હાલત પણ ખરાબ છે, ક્યાંક પાંખો ગાયબ છે તો કેટલાક કલાસરૂમના બારી બારણાં બંધ જ નથી થતા તેમાં પણ બાળકોને બેસાડી શકાય તેમ નથી તેવું શાળાના સ્ટાફનું કહેવું છે. ત્યાં પાણીની બિલકુલ સુવિધા જ નથી. ઉપરાંત શાળા બિલ્ડિંગની આસપાસ અતિશય ગંદકી અને કચરોના ઢગલા છે. આવા અનેક નાના મોટા પ્રશ્ર્નો છે જેનો તાત્કાલિક ધોરણે ઉકેલ આવે તે જરૂરી છે.

વધુમાં વાલીઓએ કહ્યું છે કે, છેલ્લા 2 મહિનાથી વાલીઓ દ્વારા શાળા ક્યારે ખુલશે એ બાબતે અવારનવાર શાળાની મુલાકાત લેવામાં આવી છે. શાળાએથી એવું કહેવામાં આવે છે કે અમારી પાસે બાળકોને ભણાવવા માટે કલાસરૂમ જ નથી. જ્યારે વ્યવસ્થા થશે ત્યારે બાળકોને ભણવા માટે બોલાવીશું. આ બાબતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઓફીસે પણ વાલીઓ દ્વારા લેખિત અરજી તેમજ અવારનવાર રૂબરૂ જઈ રજુઆત કરવામાં આવી હોવા છતાં ત્યાંથી પણ શાળા ક્યારે ખુલશે તેની સ્પષ્ટતા કરવામાં આવતી નથી.

ગંભીર આક્ષેપ કરતા વાલીઓએ ઉમેર્યું છે કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત દ્વારા વાલીઓને સ્કૂલ શરૂ કરવાના પોકળ વાયદા કરવામાં આવ્યા છે. અધુરામાં પૂરું, તેમણે આ તો સરકારી કામ છે એટલે વાર લાગે, સરકારી શાળાઓમાં તો આવું જ હોય તેવા ઉડાઉ જવાબ પણ આપ્યા છે. ઉપરાંત ડોનેશન આપે તેવું કોઈ દાતા શોધી આપવા પણ વાલીઓને કહેવાયું છે. કોઈ નક્કર પગલા ન લેવાયા હોવાથી બાળકોનું શિક્ષણ કર્યા બગડ્યું છે.

Read About Weather here

રાજ્યમાં બધી શાળાઓ શરૂ થઈ ચૂકી છે, ત્યારે જગઊં દ્વારા દત્તક લેવાયેલી અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સરકારી અંગ્રેજી માધ્યમની શાળા શ્રી રવીન્દ્રનાથ ટાગોર વિદ્યાલયમાં જુનિયર કેજીમાં પ્રવેશ મેળવનાર બાળકોનો શું વાંક તેવો પ્રશ્ર્ન વાલીઓ પૂછી રહ્યા છે. જેથી બાળકોના હિતમાં વહેલી તકે અધ્યયન કાર્ય શરૂ કરાવવાની માંગણી સાથે વાલીઓએ રજૂઆત નકલ શિક્ષણ મંત્રી અને શિક્ષણ સચિવને પણ મોકલ્યાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here