દિલ્હી અને પંજાબમાં મફત વીજળી મળી શકે તો ગુજરાતમાં કેમ નહીં?

દિલ્હી અને પંજાબમાં મફત વીજળી મળી શકે તો ગુજરાતમાં કેમ નહીં?
દિલ્હી અને પંજાબમાં મફત વીજળી મળી શકે તો ગુજરાતમાં કેમ નહીં?
ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટના ટાગોર રોડ પર હેમુ ગઢવી હોલ ખાતે ‘જનસંવાદ’ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરૂ મુખ્ય અથિતી રૂપે ઉપસ્થિત રહ્યા હતા. જેમ દરેક જનસભામાં દરેક જિલ્લામાંથી આમ આદમી પાર્ટીને આમ જનતાનો સહયોગ મળે છે એમ આ વખતે પણ રાજકોટમાં યુવાનો, વૃદ્ધો, વડીલો અને મહિલાઓ મોટી સંખ્યામાં આ જનસંવાદ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ સેક્રેટરી ઇન્દ્રનીલ રાજગુરૂ એ જનસંવાદ કાર્યક્રમને સંબોધતા કહ્યું કે, ગુજરાતના લોકો પ્રતિ યુનિટ 7 થી 8 રૂપિયા ચૂકવી રહ્યા છે . આખા દેશમાં ક્યાંય વીજળી એટલી મોંઘી નથી. જ્યારે દિલ્હીમાં 73 % લોકોનું વીજળીનું બિલ આજે શૂન્ય આવે છે.પરંતુ હવે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વીજળી મુદ્દા પર ગેરંટી કાર્ડ આપી દીધું છે કે, દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં પણ દર મહિને ઘર દીઠ 300 યુનિટ વીજળી મફત આપવામાં આવશે. ગુજરાતના તમામ ગામડાઓ અને શહેરમાં પાવર કટ વગર 24 કલાક વીજળી આપવામાં આવશે. 31 ડિસેમ્બર સુધીના બધા જુના ઘરેલુ વીજળી બિલ માફ કરવામાં આવશે.

ઇન્દ્રનીલ રાજગુરૂ એ કહ્યું કે, મફત વીજળી આપવા છતાં દિલ્હી પર કોઈ દેવું વધ્યું નથી. બીજી તરફ આજે ગુજરાત રાજ્ય પર 3.50 લાખ કરોડનું દેવું છે. દર વર્ષે આ લોનમાં 30 થી 35 હજાર કરોડનો વધારો થાય છે.દિલ્હીની જનતાએ ભાજપ કોંગ્રેસને વારંવાર વોટ આપ્યા હતા. પરંતુ શાળાઓ અને હોસ્પિટલોની હાલત સુધરી ન હતી. ત્યારબાદ જનતાએ એક વખત આમ આદમી પાર્ટી પર વિશ્ર્વાસ કર્યો અને માત્ર 5 વર્ષમાં દિલ્હીની સરકારી શાળાઓ અને સરકારી હોસ્પિટલો દેશમાં સર્વશ્રેષ્ઠ બનાવી દીધી. ગુજરાતની જનતાએ પણ આવું જ કરવાનું છે.

ગુજરાતની જનતાએ નક્કી કરવાનું છે કે તેમને કેવા પ્રકારની સરકાર જોઈએ છે. સખત-પ્રમાણિક સરકાર જોઈએ છે કે ભ્રષ્ટ સરકાર જોઈએ છે. ગુજરાતમાં આ વખતે સરકાર શિક્ષિત લોકોની બને કે અભણ લોકોની. દિલ્હીની જનતાએ શિક્ષિત લોકોની સરકાર પસંદ કરી, જેના કારણે આજે દેશની શ્રેષ્ઠ વ્યવસ્થા દિલ્હીમાં છે. કારણ કે ત્યાં સાફ નિયત વાળી પ્રામાણિક આમ આદમી પાર્ટીની સરકાર છે. તેમ અંતમાં જણાવ્યું હતું.

Read About Weather here

આ જનસંવાદ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી અજીત લોખીલ, પ્રદેશ મંત્રી રાજભા ઝાલા, રાજકોટ લોકસભા પ્રમુખ રાહુલભાઈ ભૂવા ‘આપ’ નેતા વશરામભાઇ સાગઠીયા અને કોમલબેન ભારાઈ, શિવલાલ બારશિયા, ચેતનભાઈ કામાણી, જનકભાઈ ડાંગર સાથે અન્ય ‘આપ’ નેતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here