રેવન્યુ સહિતના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ

રેવન્યુ સહિતના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ
રેવન્યુ સહિતના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરાઈ
શુક્રવારે વન-ડે, વન-ડિસ્ટ્રીકટ કાર્યક્રમના અનુસંધાને રાજકોટ પધારેલ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલએ વકીલ, ડોક્ટર, એન્જીનીયર તેમજ વિવિધ વર્ગના બુદ્ધિજીવીઓની મુલાકાત લઈ સંવાદ કરેલ, જે સંવાદમાં રાજકોટનાં વકીલોના પ્રશ્ર્નો રજુ કરતાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ અર્જુનભાઇ પટેલે વ્યક્તિગત રીતે પાટીલ મળી રજૂઆત કરેલ કે, રેવન્યુ અધિકારીઓ દ્વારા વકીલોને દસ્તાવેજો રજીસ્ટર કરાવવામાં મુશ્કેલીઓ પડે તેવા પરિપત્રો બહાર પાડવામાં આવે છે. જે સંબંધે તાત્કાલિક ઘટતું કરવા રજૂઆત કરેલ તેમજ ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે દસ્તાવેજો નોંધાતા નથી અને પરિણામે ન નોંધાયેલા દસ્તાવેજો ફરીથી નોંધવા સંબંધે ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. તે અંગે રાજકોટ બારના પ્રમુખ તરીકે બે વખત રૂબરૂ રજૂઆત કલેકટરને કરેલ છે. છતાં પણ તે મુશ્કેલીનું નિરાકરણ થઈ શકેલ નથી. જેથી આ બાબતે પણ ઘટતું કરવા રજૂઆત કરેલ.

Visit Saurashtra Kranti Homepage here

સી.આર. પાટીલે વકીલોને પડતી તમામ મુશ્કેલી અને સમસ્યાઓ સંબંધે પ્રદેશ અધ્યક્ષ ભરતભાઈ બોઘરાને સાથે રાખી રૂબરૂ ગાંધીનગર મળી જવા માટે પણ જણાવેલ છે. ત્યારે રાજકોટ બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોઘરાનો આભાર વ્યક્ત કરેલ છે.
રાજકોટ બારના પ્રમુખ અર્જુનભાઈ પટેલે આશા વ્યક્ત કરતા જણાવેલ છે કે, હાલ રેવન્યુની પ્રેક્ટિસ કરતા વકીલોને જે મુશ્કેલીઓ પડે છે તે મુશ્કેલીઓનો ટૂંક સમયમાં જ અંત આવશે તેમજ રાજકોટ અને સૌરાષ્ટ્ર ભરના વકીલોના પ્રશ્ર્ન તેઓ સતત જાગૃત રહી વકીલ હિતની ચિંતા કરી સરકારમાં સબળ અને સચોટ રજૂઆત કરશે. અર્જુન પટેલે વધુમાં જણાવેલ કે, પાટીલ સાથેની

Read About Weather here

વન ટુ વન ચર્ચા દરમ્યાન વકીલોની મુશ્કેલી અંગેના જે નિરાકરણો માટેના સૂચનો હોય તે પણ જણાવવા જણાવેલ છે. જેથી આગામી દિવસોમાં રેવન્યુસાઈડ પ્રેક્ટિશનર એડવોકેટ મિત્રોની સાથે ચર્ચા વિચારણા કરી વકીલોના પ્રશ્નો અને તેના નિરાકરણ માટેના સૂચનો માટે તમામ વકીલોને બોલાવી મિટિંગ કરશે જેથી પ્રશ્ર્નોના નિરાકરણ માટેનો સ્પષ્ટ વિકલ્પ સરકારને સૂચવે શકાય પ્રમુખ અર્જુન પટેલના આ સરકાર સાથેના સંવાદના પ્રયાસને આવકારેલ છે ટૂંક સમય માંજ રાજકોટ બારના પ્રમુખ અર્જુન પટેલ અને તાજેતરમાં જ ભાજપ પ્રદેશ લીગલ સેલના સહ ક્ધવીનર અનિલભાઈ દેસાઈ વકીલોના પ્રશ્ર્નો સબંધે ટૂંક સમય માંજ મહેસુલ અને કાયદા મંત્રીને મળવાના છે. તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here