રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત

રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત
રાજકોટમાં કોંગ્રેસ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત
ભાજપનાં ઇશારે ઇડી દ્વારા ખોટી તેમજ ગેરબંધારણીય રીતે કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીને પાયાવિહોણા અને ખોટી રીતે ઉભા કરેલા નેશનલ હેરાલ્ડ કેસમાં સમન્સ પાઠવવામાં આવ્યુ અને કોઇપણ પુરાવા કે હકીકતોને આધાર વિના ઇડીનાં વ્યકિતગત દોષ અને રાજકીય કિન્નાખોરી માટે દુરઉપયોગ કરવામાં આવી રહયો હોવાનાં પ્રશ્ર્ને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપ ત્રિવેદી- મહેશ રાજપુતની આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો

Visit Saurashtra Kranti Homepage here

અને આગેવાનો દ્વારા આજે સવારે જીલ્લા પંચાયત ચોકમાં દેખાવો કરવા માટે ભેગા થયેલા તે જ વખતે પોલીસ ત્રાટકી હતી અને કાર્યકરોની ટીંગાટોળી કરી અને લઇ ગયેલ. ભાજપનાં ઇશારે સોનિયા ગાંધીને ઇડી મારફતે ખોટી રીતે સંડોવવાનો પ્રયાસ હોવાનાં આક્ષેપ સાથે રાજકોટ શહેર કોંગ્રેસ

Read About Weather here

પ્રમુખ પ્રદિપ ત્રિવેદી અને મહેશ રાજપુતની આગેવાની હેઠળ વિશાળ સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો જીલ્લા પંચાયત ચોક ખાતે એકત્ર થયા હતા. સુત્રોચ્ચાર અને ધરણા ઉપર બેસી જતા એક તબકકે વાતાવરણ ઉગ્ર બની જતા રાજકોટ શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. અને કાર્યકરોને ટીંગાટોળી કરી અને લઇ ગયેલ. ત્યારે કાર્યકરો દ્વારા ભાજપ વિરોધી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here