ગુજરાતમાં ખાનગી તબીબોની સજ્જડ હડતાલ: 30 હજાર ઓપરેશન ઠપ્પ

ગુજરાતમાં ખાનગી તબીબોની સજ્જડ હડતાલ: 30 હજાર ઓપરેશન ઠપ્પ
ગુજરાતમાં ખાનગી તબીબોની સજ્જડ હડતાલ: 30 હજાર ઓપરેશન ઠપ્પ
ઇન્ડિયન મેડિકલ એસો. ના એલાનને પગલે આજે ગુજરાતમાં તમામ ખાનગી હોસ્પિટલો એક દિવસ માટે બંધ રહેશે. રાજ્યના 40 હજારથી વધુ ખાનગી તબીબો હડતાલ પર ઉતરી ગયા છે. પરિણામે 30 હજારથી વધુ ઓપરેશન અટકી પડ્યા છે. ખાનગી હોસ્પિટલોમાં ઓપીડી અને ઈમરજન્સી સહિતની તમામ તબીબી સેવાઓ ઠપ્પ થઇ ગઈ છે. સૌરાષ્ટ્રની બે હજારથી વધુ ખાનગી હોસ્પિટલો હડતાલમાં જોડાઈ છે. પરિણામે દર્દીઓ સિવિલ હોસ્પિટલો તરફ ધસારો કરી રહ્યા છે અને આજે તમામ સરકારી દવાખાના દર્દીઓના જંગી ધસારાથી ઉભરાઈ રહ્યા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુજરાતના દર્દીઓને આજના દિવસે નિદાન અને સારવાર માટે સરકારી દવાખાનાઓ પર નિર્ભર રહેવું પડશે. ફાયર એનઓસીના નવા નિયમો અને આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાના નિયમ સામે તબીબી આલમનો વિરોધ જાગ્યો છે અને એ મુદ્દાઓ પર આઈએમએ દ્વારા એક દિવસીય હડતાલ પાડવામાં આવી છે. જે દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે તેની સારવાર ચાલુ રાખવામાં આવનાર છે.

હડતાલને કારણે 30 હજાર જેટલી પૂર્વ આયોજિત સર્જરી અટકી પડી છે. એટલે કેટલીક હોસ્પિટલો ઓપરેશન કરવા માટે પ્રયત્નો કરી રહી છે. જે દર્દીઓએ મેડિકલ વિમો હોય અને આજે ઓપરેશનની તારીખ નક્કી થઇ હોય તેમજ સર્જરી માટે વિમા કંપનીનું એપ્રુવલ લઇ લીધું હોય એવા દર્દીઓનું ઓપરેશન કરવામાં આવશે. અમદાવાદની શેલ્બી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપીડી બંધ કરી દેવાયું છે પણ વિમો ધરાવનારા દર્દીઓના ઓપરેશન થઇ રહ્યા છે.

સૌરાષ્ટ્રની બે હજારથી વધુ ખાનગી હોસ્પિટલમાં સજ્જડ હડતાલ પડી ગઈ છે. ઈમરજન્સી સારવાર પણ ચાલુ રહી નથી. અમદાવાદ મનપાના ફાયર વિભાગના આદેશો બાદ ખાનગી તબીબી આલમમાં વધુ રોષ ફેલાયો છે. તબીબો કહે છે કે વૈજ્ઞાનિક રીતે આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનું શક્ય નથી. બારીઓનાં કાચ દૂર કરવાની વાત પણ અર્થ વગરની છે. આ નિયમોના વિરોધમાં જ આઈએમએના એલાનને પગલે તબીબો હડતાલમાં જોડાયા છે. આજે કોઈ ખાનગી હોસ્પિટલમાં નવા કેસ લેવામાં નહી આવે અને કોઈ નવા દર્દી દાખલ કરાશે નહીં. ઈમરજન્સી ઘટના કે અકસ્માતનાં કેસમાં પણ ઓપરેશન સહિતની કોઈ સેવા આપવામાં નહીં આવે.

Read About Weather here

અમદાવાદ મેડીકલ એસો.ના પ્રમુખ ડો.દિલીપ ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં તો ઠીક વિશ્ર્વમાં ક્યાંય પણ આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર નથી. તેના અનેક કારણો છે જે સમજવા જોઈએ. ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાથી દર્દીને ચેપ લાગવાનું જોખમ ખૂબ વધી જાય છે. સગાઓની અવર-જવર અને ઓપીડીમાં આવતા દર્દીઓની અવર-જવરને કારણે આઈસીયુના દર્દીની સારવાર કરવામાં પણ વિઘ્નો સર્જાય છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here