વિજળી બિલમાં પ્રતિ યુનિટ 80 પૈસા વધે તેવી શકયતા : 7.6 કરોડ ટન કોલસો આયાત કરવા તૈયારી

વિજળી બિલમાં પ્રતિ યુનિટ 80 પૈસા વધે તેવી શકયતા : 7.6 કરોડ ટન કોલસો આયાત કરવા તૈયારી
વિજળી બિલમાં પ્રતિ યુનિટ 80 પૈસા વધે તેવી શકયતા : 7.6 કરોડ ટન કોલસો આયાત કરવા તૈયારી
વાસ્તવમાં દેશના પાવર પ્લાન્ટ્સની નજીકની સ્થાનિક ખાણોમાંથી કોલસાની અછત સર્જાઈ છે અને માંગ પ્રમાણે વીજળીનું ઉત્પાદન થઈ રહ્યું નથી. એવું માનવામાં આવે છે કે ચોમાસાના વરસાદને કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં કોલસાના ઉત્પાદનને વધુ અસર થશે. આવી સ્થિતિમાં, માંગને પહોંચી વળવા માટે, સરકારી કંપની કોલ ઈન્ડિયા લિમિટેડ લગભગ 15 મિલિયન ટન કોલસાની આયાત કરશે.દેશમાં ભયંકર રીતે વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે વીજળીનો આંચકો લાગી શકે છે. આકરી ગરમીમાં વીજળીની માંગને પહોંચી વળવા સરકાર 76 મિલિયન ટન કોલસાની આયાત કરવાની તૈયારી કરી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

આ સિવાય દેશની સૌથી મોટી પાવર જનરેશન કંપની ગઝઙઈ અને દામોદર વેલી કોર્પોરેશન પણ લગભગ 23 મિલિયન ટન કોલસાની આયાત કરવાની યોજના બનાવી રહી છે. આ સાથે અન્ય સરકારી અને ખાનગી વીજ ઉત્પાદન કંપનીઓ પણ તેમના વપરાશને પહોંચી વળવા 38 મિલિયન ટન કોલસાની આયાત કરી શકે છે. આ રીતે, વર્ષ 2022માં જ દેશમાં લગભગ 76 મિલિયન ટન કોલસાની આયાત કરવામાં આવશે, જે વૈશ્ર્વિક બજારના દરે કરવામાં આવશે. કોલસાની આયાતનો સીધો અર્થ એ છે કે હવે વીજળીનું ઉત્પાદન મોંઘું થશે. દેખીતી રીતે, પાવર જનરેટ કરતી કંપનીઓ આ વધેલી કિંમત ગ્રાહકો પાસેથી વસૂલ કરશે અને તેમના બિલ પર બોજ વધશે. આગામી દિવસોમાં વીજળીની પ્રતિ યુનિટ કિંમતમાં 50-80 પૈસાનો વધારો થવાનો અંદાજ છે.

આ મામલા સાથે સંકળાયેલા બે સરકારી અધિકારીઓનું કહેવું છે કે યુનિટ દીઠ ખર્ચમાં વધારો એ વાત પર નિર્ભર રહેશે કે પાવર સ્ટેશન દરિયાઈ બંદરથી કેટલા દૂર છે. મતલબ કે બંદરોથી સ્ટેશન સુધી કોલસાના પરિવહનનો ખર્ચ પણ કંપનીઓના ખર્ચમાં વધારો કરશે.આ મામલા સાથે જોડાયેલા અધિકારીઓનું કહેવું છે કે, દેશમાં ગરમી વધવાની સાથે વીજળીનો વપરાશ પણ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો હતો. આ વર્ષે દેશમાં 60 લાખથી વધુ એસીનું વેચાણ થયું છે, જ્યારે 9 જૂનના રોજ દેશભરમાં સૌથી વધુ 211 ગીગાવોટ પાવરનો વપરાશ થયો હતો. જો કે ચોમાસા સાથે તેમાં ઘટાડો થયો છે,

Read About Weather here

પરંતુ 20 જુલાઈના રોજ મહત્તમ વપરાશ 185.65 ગીગાવોટ હતો. હાલમાં કંપનીઓને વીજળીની માંગને પહોંચી વળવા માટે દૈનિક 21 લાખ ટન કોલસાની જરૂર પડે છે. ચોમાસાના કારણે ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં કોલસાના ઉત્પાદનને અસર થશે. તેથી કંપનીઓએ તેમની માંગને પહોંચી વળવા આયાતનો માર્ગ અપનાવવો પડશે. કંપનીઓનું કહેવું છે કે, કોલસાની અછત 15 ઓગસ્ટ પછી જ શરૂ થશે, પરંતુ આશા છે કે આયાત દ્વારા તેની ભરપાઈ કરવામાં આવશે. આ સિવાય 15 ઓક્ટોબર પછી સ્થિતિ વધુ સાનુકૂળ બનશે, કારણ કે પછી વીજ વપરાશમાં ઘટાડો થશે અને ચોમાસાના અંત પછી કોલસાનું ઉત્પાદન પણ વધી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here