સતત પાંચમાં દિવસે વીજ ચેકિંગ: રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, સહિત 20 વિસ્તારમાં 41 ટીમ ત્રાટકી

સતત પાંચમાં દિવસે વીજ ચેકિંગ: રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, સહિત 20 વિસ્તારમાં 41 ટીમ ત્રાટકી
સતત પાંચમાં દિવસે વીજ ચેકિંગ: રાજકોટમાં ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, સહિત 20 વિસ્તારમાં 41 ટીમ ત્રાટકી
રાજકોટ શહેરમાં આજે સતત પાંચમા દિવસે ધર્મેન્દ્ર રોડ, પરાબજાર, પટેલનગર સહિત 20 વિસ્તારમાં પીજીવીસીએલ દ્વારા વીજ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારથી પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ 1 ડિવિઝન હેઠળ આવતા પ્રહલાદ પ્લોટ, આજી 1, મિલપરા અને આજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન સબ ડિવિઝન વિસ્તારમાં અલગ અલગ 41 ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. છેલ્લા 4 દિવસમાં 479 કનેક્શનમાંથી 95.75 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ અંગે સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આજે રાજકોટ શહેરમાં સતત પાંચમા દિવસે પ્રહલાદ પ્લોટ, આજી 1, મિલપરા અને આજી ઇન્ડસ્ટ્રીયલ ઝોન સબ ડિવિઝન હેઠળ આવતા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આજે વહેલી સવારથી અલગ અલગ 41 ટીમો દ્વારા ધર્મેન્દ્ર રોડ બજાર, પરાબજાર, કનક નગર, અંબિકા સોસાયટી, પટેલનગર, સોરઠીયાવાડી, ખોડિયારપરા, ભરતનગર, ભીમરાવ નગર સહિત 20 જેટલા વિસ્તારમાં વીજ ચોરી ઝડપી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. જેમાં 11 કેવીના 4 ફીડર આવરી લેવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, છેલ્લા 4 દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીજીવીસીએલની કોર્પોરેટ ટીમ દ્વારા 4614 કનેક્શન ચેક કરી તેમાંથી 479 ક્નેક્શનમાંથી કુલ 95.75 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. જ્યારે પીજીવીસીએલ દ્વારા જુન મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન 83,221 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી કુલ 10,127 કનેક્શનમાં 28.26 કરોડની ગેરરીતિ ઝડપાઇ હતી.

Read About Weather here

તેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 1293 ક્નેક્શનમાંથી 390.57 લાખ અને રાજકોટ ગ્રામ્યમાં 1057 ક્નેક્શનમાંથી 326.22 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે. રાજકોટમાં સતત પાંચ દિવસથી વીજ ટીમો દરોડા પાડી રહી છે, રોજ બેફામ વીજચોરી ઝડપાઇ રહી છે. તંત્ર વિચારમાં પડી ગયુ છે, આટલું ચેકીંગ છતાં લોકો વીજચોરી કરી રહ્યા છે. વીજચોરી ઝડપાય તો સીધી પોલીસ ફરીયાદ દાખલ થાય તો જ આ દૂષણ અટકશે. તેમ ઉચ્ચ અધિકારીઓ માની રહ્યા છે. આજે પણ 41 ટીમો ચાર સબ ડિવિઝનમાં ત્રાટકી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here