રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તબીબી હડતાલ: ખાનગી હોસ્પિટલો સુમસામ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તબીબી હડતાલ: ખાનગી હોસ્પિટલો સુમસામ
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તબીબી હડતાલ: ખાનગી હોસ્પિટલો સુમસામ
ફાયર એનઓસીના નવા નિયમો તથા ગ્રાઉન્ડ ફ્લોર પર આઈસીયુ રાખવાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિભાગ દ્વારા અપાયેલા એક દિવસીય હડતાલના એલાનને પગલે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં તમામ ખાનગી દવાખાના અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો એ સજ્જડ બંધ પાડી હડતાલમાં જોડાયા છે. પરિણામે ઓપીડી અને ઈમરજન્સી તમામ પ્રકારની તબીબી સેવાઓ ઠપ્પ થઇ ગઈ છે. ઓપરેશન પણ કરવામાં આવ્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની 4 હજારથી વધુ ખાનગી અને ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો આજે સેવાકાર્યમાંથી સંપૂર્ણ અલિપ્ત રહ્યા છે અને બંધના એલાનને બહોળું તથા જબરું સમર્થન આપ્યું છે. નવા નિયમો સામે આ રીતે તબીબી આલમે પોતાનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે અને સરકારે સુચવેલા નવા નિયમો અવ્યવહારૂ ગણાવ્યા છે.

રાજકોટ, જામનગર, જૂનાગઢ, અમરેલી, જામખંભાળિયા, મોરબી, પોરબંદર સહિતના તમામ શહેરોમાં અને તાલુકા કક્ષાના નગરો અને નાના ગામડાઓમાં પણ ખાનગી તબીબો હડતાલમાં જોડાયા છે અને તબીબી સારવાર ઠપ્પ થઇ ગઈ છે. દર્દીઓને નજીકની સરકારી હોસ્પિટલોમાં નિદાન અને સારવાર માટે જવાની ફરજ પડી છે. કેમકે ઈમરજન્સી સેવાઓ પણ બંધ હોવાથી આવા કિસ્સાઓમાં પણ દર્દીઓને લઈને પરિવારજનોએ સરકારી દવાખાના પર નિર્ભર રહેવું પડશે. એ કારણે આજે સવારથી રાજકોટ સિવિલ સહિત સૌરાષ્ટ્રભરની સિવિલ હોસ્પિટલોમાં દર્દીઓનો જંગી ધસારો જોવા મળી રહ્યો છે અને દવાખાના દર્દી અને પરિજનોથી ઉભરાઈ રહ્યા છે.

ખાનગી હોસ્પિટલોમાં આજે જે દર્દીઓ આવશે એમને સિવિલમાં રીફર કરવામાં આવશે તેવું જાહેર કરાયું છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજકોટ વિભાગના પ્રમુખ ડો.સંજય ભટ્ટે જણાવ્યું હતું કે, આઈએમએ સાથે જોડાયેલા રાજકોટના બે હજારથી વધુ તબીબો શાંતિપૂર્ણ સજજડ હડતાલમાં જોડાયા છે. આ હડતાલ લોકો સામે નથી પણ સરકારની નીતિઓના વિરોધમાં હડતાલ છે. હડતાલ દરમ્યાન કોઈ પ્રકારની રેલી, ધરણા કે દેખાવોનો કાર્યક્રમ નથી. દરેક ખાનગી હોસ્પિટલમાં આઈસીયુ ગ્રાઉન્ડ ફ્લોર પર જ હોવા જોઈએ અને બારીના કાચ દૂર કરી દેવા જોઈએ.

Read About Weather here

એવા સરકારના નવા નિયમોને કારણે તબીબોમાં રોષ ફેલાયો છે. તબીબો કહે છે કે આવી જોગવાઈઓનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. નવા નિયમ અંગે એસોસિએશન કે કોઈ શાખાને અગાઉથી સરકારે સાંભળ્યા નથી. આગની ઘટનાઓ રોકવા તમામ હોસ્પિટલો તૈયાર છે પણ અમારો વિરોધ સરકારનાં એકપક્ષીય આદેશો સામે છે. રાજકોટમાં આજે એવી પરિસ્થિતિ જોવા મળી રહી છે કે, શહેરના તમામ ખાનગી દવાખાનાને તાળા લાગી ગયા છે. લતાઓમાં કલીનીક ખોલીને સેવા કરનારા તબીબોના દવાખાના પણ બંધ છે. પરિણામે લોકો ભારે હાડમારીમાં મુકાયા છે. એટલે શહેરના દરેક માર્ગો દર્દીઓ માટે સિવિલ તરફ જ જતા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને રાજકોટની સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. ઓપીડી અને ઈમરજન્સી સેવાઓના દરવાજે લાંબી- લાંબી કતારો જામી ગઈ છે. દવાબારી ઉપર અને કેસબારી પર પણ માઈલોલાંબી કતારો લાગી ગઈ છે.(2.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here