ચાહકે ભારતી પર ફિદા થઈને ફૂલ આપ્યાં…!

ચાહકે ભારતી પર ફિદા થઈને ફૂલ આપ્યાં…!
ચાહકે ભારતી પર ફિદા થઈને ફૂલ આપ્યાં…!
પોતાની ફની હરકતોથી તે દરેકનાં ચહેરાં પર સ્માઈલ લાવે છે, કોમેડીનાં મામલે તેની ‘સેન્સ ઓફ હ્યુમર’ પણ ઘણી સારી છે, જેનાં કારણે તેને ‘લાફ્ટર ક્વીન’ કહેવામાં આવે છે. ફેમસ કોમેડિયન ભારતી સિંહ આજકાલ પોતાનાં દીકરાને લઈને ખૂબ જ ચર્ચામાં છે. તે સ્ટેજ પર જ નહીં પણ કોઈપણ જગ્યાએ પળવારમાં કોઈને પણ હસાવવાની આવડત ધરાવે છે. સોશિયલ મીડિયા પર પોતાના ફની વીડિયોઝથી માંડીને અજાણ્યા સાથેની રમૂજી વાતચીત સુધી ભારતી પોતાના ફની સ્ટાઈલને કારણે સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલી રહે છે.ભારતીસિંહનો એક લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/p/CgPSz3uK8OR/?utm_source=ig_embed&ig_rid=55eba82a-f68a-4b04-b2b1-5aa9626b4ad0

Visit Saurashtra Kranti Homepage here

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક ચાહક ભારતીને ગુલાબનો ગુલદસ્તો આપે છે. કોમેડિયન આ જોઈને શરમાઈ જાય છે અને એ પછી તરત જ ભારતી ચાહકને આપેલાં ફૂલો પાછાં આપી દે છે અને કહે છે, કે ‘હું પરણેલી છું અને મારે એક બાળક છે.’ આ પછી ચાહક પૂછે છે, કે તમારું બેબી કેમ છે? તો તે કહે છે કે, ‘તે એકદમ મસ્ત છે અને પોતાની મોજમાં છે.વાત તો ત્યારે વધુ રમુજી બની કે, જ્યારે બધાને ખબર પડે છે કે તેનો આ ચાહક પણ પરિણીત છે.

Read About Weather here

આટલું જ નહીં, જે દિવસે ભારતીનાં પુત્રનો જન્મ થયો હતો, તે જ દિવસે તેનાં ચાહકને ત્યાં પણ બાળકનો જન્મ થયો હતો. ભારતી સિંહે વર્ષ 2017માં પટકથા લેખક અને ટીવી હોસ્ટ હર્ષ લિમ્બાચીયા સાથે લગ્ન કર્યા હતાં. હવે આ દંપતી એક પુત્ર લક્ષ્યનાં માતા-પિતા છે. લક્ષ્યનો જન્મ 3 એપ્રિલ, 2022નાં રોજ થયો હતો. આ ત્રણેયનાં ફની અને લેટેસ્ટ વીડિયો સોશિયલ મીડિયા પર પણ જોવા મળે છે. ભારતી ઈન્સ્ટાગ્રામ પર પુત્રનાં ઘણાં ક્યૂટ ફોટાં પણ શેર કરે છે.આ સાંભળીને ભારતી ચોંકી જાય છે. આ પછી તે તેના ચાહકને પૂછે છે, કે શું તેમણે તેમના બાળકની ફોટોસ જોઈ છે? ભારતી સિંહનો આ વીડિયો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here