ભાજપ શાસનમાં ભાજપની મહિલા કાર્યકરો જ સુરક્ષિત નથી: કોંગ્રેસ

ભાજપ શાસનમાં ભાજપની મહિલા કાર્યકરો જ સુરક્ષિત નથી: કોંગ્રેસ
ભાજપ શાસનમાં ભાજપની મહિલા કાર્યકરો જ સુરક્ષિત નથી: કોંગ્રેસ
ભાજપના શાસનમાં મહિલાઓ અસુશીત બની છે અને એમનું ગૌરવ હનન થઇ રહ્યું છે. એવા સીધા આક્ષેપ સાથે રાજકોટ શહેર કોંગે્રેસના પ્રમુખ પ્રદિપ ત્રિવેદી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ભાનુબેન સોરાણીએ ભાજપના એક મહિલા કાર્યકર પર ભાજપ કોર્પોરેટર દ્વારા થયેલા હુમલાને શખ્ત શબ્દમાં વખોડી કાઢયો છે.
કોંગ્રેસના આગેવાનોએ સંયુકત નિવેદનમાં એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, ભાજપના શાસનમાં ભાજપની મહિલા કાર્યકરો જ સુરક્ષિત નથી તો સામાન્ય મહિલાઓના કેવા હાલ થતા હશે તે કલ્પી શકાય છે. ભાજપના કોર્પોરેટરે એમના જ પક્ષની મહિલા કાર્યકર પર હુમલો કર્યો એ પતનની નિશાની છે. કયાં ગઇ નારી સુરક્ષા? એવો તીખો સવાલ કોંગ્રેસે પુછયો છે.

Visit Saurashtra Kranti Homepage here

નિવેદનમાં જણાવ્યું છે કે, ભાજપ સરકારે મહિલાઓની સુરક્ષા માટે અનેક વિધ યોજનાઓ જાહેર કરી છે. અભિયમ મહિલા હેલ્પલાઇન, સ્ત્રી સશકિતકરણ, નારી શકિત જેવી યોજનાઓ આ ઘટના બાદ ફારસ રૂપ બની ગઇ છે તેવું લાગે છે. રાજકોટના જ ભાજપના એક કોર્પોરેટર અને પૂર્વ વોર્ડ પ્રમુખે નારી ગૌરવ હણવાના સંસ્કાર બતાવ્યા છે ત્યારે ભાજપ સરકારની સ્ત્રી સશકિતકરણની વાતો વાહીયાત બણગા સમાન છે.

Read About Weather here

પ્રદિપ ત્રિવેદી અને ભાનુબેને સંયુકત નિવેદનમાં એવી ટકોર કરી હતી કે, એક કિસ્સામાં નારી શકિત અને ગૌરવનું હનન થયું છે. ત્યારે શહેર ભાજપ પ્રમુખ રૂબરૂ ખુલાસો પુછવાની વાતો કરી રહયા છે. હકીકતે આ જઘન્ય કૃત્યમાં સામે કોર્પોરેટરને તાત્કાલીક કોર્પોરેટર પદેથી પાણીચુ આપી દેવું જોઇએ અને ભાજપમાંથી પણ કાયમી હકાલ પટ્ટી કરવી જોઇએ.મનપામાં વિપક્ષના નેતા પદે એક મહિલા છે અને સમગ્ર બોર્ડમાં 50% મહિલાઓનું પ્રતિનિધિત્વ હોય ત્યારે રાજકોટની તમામ મહિલા કોર્પોરેટરોએ પક્ષાપક્ષીથી પર રહીને એકી અવાજે અત્યાચાર વિરૂધ્ધ અવાજ ઉઠાવવો જોઇએ. એવો કોંગ્રેસના નેતાઓએ આગ્રહ ભર્યો અનુરોધ કર્યો છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here