ખાડાઓ અને કીચડના પ્રશ્ર્ને મહિલા કાર્યકરને માર મારતા ભાજપ કોર્પોરેટર?

ખાડાઓ અને કીચડના પ્રશ્ર્ને મહિલા કાર્યકરને માર મારતા ભાજપ કોર્પોરેટર?
ખાડાઓ અને કીચડના પ્રશ્ર્ને મહિલા કાર્યકરને માર મારતા ભાજપ કોર્પોરેટર?
હજુ ભાજપના કોર્પોરેટરના પતિ તેમજ વોર્ડ પ્રમુખની કથીત ઓડીયો કલિપનો વિવાદ સમ્યો નથી. ત્યાં વળી કહેવાતા શિસ્તબધ્ધ પક્ષ ભાજપમાં એક નગરસેવક અને એક મહિલા કાર્યકર વચ્ચે જાહેરમાં ડખ્ખો થઈ પડ્યો હતો. જેમાં ભાજપના કોર્પોરેટરે મહિલા કાર્યકરને ઢીકાપાટુનો માર માર્યાનો આક્ષેપ કરાતા પોલીસ તપાસ શરૂ કરાઈ છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં તિરૂપતિનગર ખાતે આજે વોર્ડનંબર 18 ની એક બેઠક મળી હતી. બેઠક પુરી થયા બાદ મહિલા કાર્યકર પ્રકાશબા લખધીરસિંહ ગોહિલ (ઉં.વ.59, રહે.તિરૂપતિ સોસાયટી, બ્રહ્માણી હોલ પાસે, કોઠારીયા રોડ) અન્ય બે મહિલાઓ સાથે જઈ રહ્યા હતા ત્યારે કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે પુલ ઉપર પહોંચતા ત્યાં આવેલા કોર્પોરેટર સંજયસિંહ રાણાએ બોલાચાલી કરી તેના સ્કુટરથી ટક્કર મારતા તે પડી ગયા હતા.

Visit Saurashtra Kranti Homepage here

બાદમાં પ્રકાશબાને ઢીકાપાટુનો માર મારતા તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જાણવા મળ્યા મુજબ પ્રકાશબા લખધીરસિંહ ગોહિલ રાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતાં અને પોતાને સંજયસિંહ ગુલાબસિંહે રણુજા મંદિર પાસેના પુલ પર મારકુટ કર્યાનું જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. પ્રકાશબા ગોહિલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, હું ભાજપ શહેર મહિલા મોરચામાં ઉપપ્રમુખ છું અને વોર્ડ નં. 18માં આગેવાન છું. બુધવારે રાતે નવ વાગ્યે રણુજા મંદિરથી આગળ આવેલા દેવાયતભાઇ હોલ ખાતે વોર્ડની કારોબારી બેઠક હોઇ હું તથા બીજા મહિલાઓ રિક્ષા મારફત ત્યાં ગયા હતા. અમારા લત્તામાં ખુબ ગંદકી રહેતી હોય જેથી મેં અમારા વોર્ડના કોર્પોરેટર સંજયસિંહ રાણાના સાસુ અરૂણાબા દેવેન્દ્રસિંહ જાડેજાને વાત કરી હતી કે તમારા જમાઇ આપણા વોર્ડમાં ચુંટાયા છે તો’ય આપતો ગંદકીનો પ્રશ્ર્ન ઉભો ને ઉભો છે.

Read About Weather here

આ પછી અમે કારોબારીમાં હતાં ત્યારે કોર્પોરેટર સંજયસિંહ ઉપર તેમના સાસુનો ફોન આવ્યો હતો અને મેં ગંદકી વિશે તેમને જે વાત કરી હતી તે વાત તેમણે સંજયસિંહને કરી હતી. બેઠક પુરી થયા બાદ અમે ચાલીને ઘર તરફ જવા નીકળ્યા ત્યારે સંજયસિંહ એક્ટીવા લઇને આવ્યા હતાં અને ‘તમે શું ડહાપણ કરો છો?’ તેમ કહી મને વાહનની ટક્કર મારી હતી અને હું પડી ગયા બાદ ઢીકાપાટુનો બેફામ માર માર્યો હતો. તેણે ગાળો પણ દીધી હોય ગાળો ન બોલવાનું કહેતાં વધુ મારકુટ કરી હતી. પ્રકાશબા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાની જાણ થતાં ભાજપ આગેવાનો પણ હોસ્પિટલે પહોંચ્યા હતાં અને સમાધાન કરાવવા પ્રયાસ આદર્યા હતાં. જો કે પોલીસને જાણ થઇ હોઇ આજીડેમ પોલીસ સ્ટેશનના હેડકોન્સ. હેમતભાઇએ પ્રકાશબાની ફરિયાદને આધારે કોર્પોરેટર સંજયસિંહ રાણા વિરૂધ્ધ એનસી ગુનો નોંધવા તજવીજ કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here