દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનો તાજ દ્રૌપદી મુર્મુના શિરે

દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનો તાજ દ્રૌપદી મુર્મુના શિરે
દેશના પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિનો તાજ દ્રૌપદી મુર્મુના શિરે
દેશને આજે ઇતિહાસમાં પહેલી વખત આદિવાસી રાષ્ટ્રપતિ મળવાનું નિશ્ર્ચિત બન્યું છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ, શાસક મોરચાના ઉમેદવાર અને ઓરિસ્સાના આદિવાસી અગ્રણી દ્રૌપદી મુર્મુનો વિજય નિશ્ર્ચિત બન્યો છે. મત ગણતરી પુરી થતા સાંજે પરિણામની સત્તાવાર જાહેરાત થશે અને દેશના 15માં તથા પહેલા આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ દેશના સર્વોચ્ચ હોદ્ાનો તાજ ધારણ કરશે. 25મી જૂલાઇએ રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુની શપથ વિધિ યોજાશે. સંસદ અને ધારાસભાઓમાં એનડીએની પ્રચંડ બહુમતી જોતા આંકડાકીય દ્રષ્ટિએ દ્રૌપદી મુર્મુ તોતીંગ સરસાઇથી વિજેતા બનશે સુનિશ્ર્ચિત છે.

Visit Saurashtra Kranti Homepage here

દેશભરના આદિવાસી સમાજમાં જબરદસ્ત ખુશાલીનું મોજુ ફરી વળ્યું છે. ભાજપે દિલ્હી સહિત દેશભરમાં ભવ્ય વિજયી મહોત્સવ મનાવવાની તૈયારી કરી લીધી છે. દિલ્હીમાં સાંજે ભાજપ દ્વારા ભવ્ય વિજયી યાત્રા કાઢવામાં આવશે.રાષ્ટ્રપતિ પદના આ પ્રતિષ્ઠા ભર્યા ચૂંટણી જંગમાં ધણા રાજયોમાં દ્રૌપદી મુર્મુની તરફેણમાં ક્રોસ વોટીંગ થયા હોવાનું પણ કહેવાય છે. ચૂંટણીમાં કુલ 99.18% મતદાન થયું હતું. આજે મતગણતરી સવારે 11 વાગ્યા સંસદ ભવનના રૂમ નં.63માં શરૂ થઇ ગઇ છે અને સાંજે પરિણામની સત્તાવાર જાહેરાત થશે. આંકડાકિય દ્રષ્ટિએ જોઇએ તો આ ચૂંટણીમાં ઉમેદવારની જીતનો આંકડો 5,43,216 છે. દ્રૌપદી મુર્મુને 5,33,751 થી વધુ મત મળવાનું નિશ્ર્ચિત છે. જયારે વિપક્ષી તાકાત મુજબ વિપક્ષના ઉમેદવાર યશવંત શિન્હાને 3,60,362 મતો મળી શકે છે. આમ દ્રૌપદી મુર્મુની જીત નિશ્ર્ચિત છે.

દ્રૌપદી મુર્મુના ભાઇ તારિણી સેને હરખ ભેર જણાવ્યું હતું કે, ઓરિસ્સામાં અમારા ગામમાં ભારે ખુશાલીનો માહોલ છે. રંગેચંગે ઉજવણી થઇ રહી છે. સમગ્ર આદિવાસી સમુદાય, ઓરિસ્સા અને દેશ માટે એમનો વીજયી ઐતિહાસિક અને ગૌરવની બાબત છે. દ્રૌપદી મુર્મુને બીજેડી, બસપા, ટીડીપી, જનતા દળ એસ, શિરોમણી અકાલીદળ, શિવસેના, જેએમએમ, વાયએસઆર સીપી જેવા પક્ષો ઉપરાંત એનડીએનું સમર્થન મળ્યું છે. બીજી તરફ યશવંત શિન્હાને કોંગ્રેસ, ટીએમસી, ડીએમકે, એનસીપી, સપા અને રાજદ જેવા પક્ષોએ ટેકો આપ્યો છે. આ વખતે ચૂંટણીમાં 776 સાંસદો અને 4033 ધારાસભ્યોએ મતદાન કર્યુ છે. દ્રૌપદી મુર્મુના ગામ રાયરંગપુરમાં લાડવા સહિતની મીઠાઇઓ બની રહી છે અને જોરદાર ઉજવણી શરૂ થઇ ચુકી છે. પ્રથમ રાઉન્ડની મત ગણતરીના અહેવાલ મુજબ 540 સાંસદોએ મુર્મુને મત આપ્યા છે અને 208 સાંસદોએ શિન્હાને મત આપ્યા છે. એટલે પહેલા રાઉન્ડમાં દ્રૌપદી મુર્મુ 332 મતે આગળ છે. 15 સાંસદોના મત અમાન્ય જાહેર થયા છે.

Read About Weather here

દ્રૌપદી મુર્મુને મળેલા 540 સાંસદોના મતોનું કુલ મુલ્ય 3,78,000 મતો જેટલું થાય છે ત્યારે શિન્હાને મળેલા મતોનું મુલ્ય 1,45,600 જેટલુ થાય છે. એટલે દ્રૌપદી મુર્મુ શિન્હાથી ધણા આગળ નિકળી ગયા છે અને દેશના પહેલા આદિવાસી રાષ્ટ્રપતિ તરીકે બિરાજમાન થવાનું નિશ્ર્ચિત બન્યું છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here