82 હજારના ડ્રેસમાં આલિયા ભટ્ટે ફ્લોન્ટ કર્યો બેબી બંમ્પ…!

82 હજારના ડ્રેસમાં આલિયા ભટ્ટે ફ્લોન્ટ કર્યો બેબી બંમ્પ…!
82 હજારના ડ્રેસમાં આલિયા ભટ્ટે ફ્લોન્ટ કર્યો બેબી બંમ્પ…!
આલિયા ભટ્ટ જલ્દી તેના પહેલા બાળકને જન્મ આપશે. હજુ એપ્રિલમાં તો લગ્ન થયા હોય 27 જૂનના રોજ આલિયા અલગ જ અંદાજમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરીને બધાને ચોંકાવી દીધા હતા. આલિયા ભટ્ટ તેની એક્ટિંગથી દર્શકોના દિલમાં અલગ જ જગ્યા બનાવી છે. હાલ તો આલિયા તેના જીવનમાં સૌથી મહત્વના તબક્કામાંથી પસાર થઇ રહી છે.  આલિયા પ્રેગ્નન્સી લાઈફની સાથે- સાથે કરિયર ઉપર પણ ધ્યાન આપી રહી છે. આલિયા લંડનમાં તેની પ્રથમ હોલિવૂડ ફિલ્મ ‘હાર્ટ ઓફ સ્ટોન’ નું શૂટિંગ કરવા માટે ગઈ હતી. થોડા દિવસ પહેલાં જ મુંબઈ પરત ફરી હતી. હાલ તો આલિયા ભટ્ટ તેની આગામી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
82 હજારના ડ્રેસમાં આલિયા ભટ્ટે ફ્લોન્ટ કર્યો બેબી બંમ્પ…! ડ્રેસ

Visit Saurashtra Kranti Homepage here

આ દરમિયાન આલિયા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.સોશિયલ મીડિયા પર જે તસવીરો વાઇરલ થઇ રહી છે તે ફિલ્મના પ્રમોશન દરમિયાનની છે. આલિયા મંગળવારે આગામી ફિલ્મ ‘ડાર્લિંગ્સ’નું પ્રમોશન કરતી જોવા મળી હતી. જેમાં આલિયાના લુકની ચર્ચા કરવામાં આવી રહી છે. આલિયાના લુક વિશે વાત કરવામાં આવે તો તે પેસ્લે- પ્રિન્ટના મીની ડ્રેસ બહુજ ખુબસુરત લાગી રહી હતી. આ ડ્રેસમાં આલિયાનો બેબી બંમ્પ પણ સાફ જોવા મળતો હતો. લાઈટ મેકઅપ, હુપ્સ અને ઓપર હેર સાથે આલિયાએ તેના લુકને પૂરો કર્યો હતો. તો તસવીરમાં જોઈ શકાય છે કે, આલિયા તેમના કો-સ્ટાર વિજય સાથે ખીલખીલાટ હસ્તી જોવા મળી છે.

Read About Weather here

આ ડ્રેસની કિંમત લગભગ 82 હજાર રૂપિયા છે.રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ પહેલી જ વાર અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં સાથે જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન જ રણબીર તથા આલિયા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, મૌની રોય, નાગાર્જુન મહત્ત્વના રોલમાં છે. પાંચ વર્ષના ડેટિંગ બાદ રણબીર-આલિયાએ 14 એપ્રિલના રોજ લગ્ન કર્યા હતા. જૂન મહિનામાં આલિયાએ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયા લગ્ન પહેલાં જ પ્રેગ્નન્ટ થઈ છે.વર્કફ્રન્ટની વાત કરીએ તો આલિયા ભટ્ટ ‘હાર્ટ ઑફ સ્ટોન’, ‘ડાર્લિંગ્સ’ તથા ‘રૉકી ઔર રાની કી પ્રેમકહાની’માં જોવા મળશે. રણબીર કપૂરની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈએ રિલીઝ થશે. આ ઉપરાંત તે ‘એનિમલ’માં કામ કરી રહ્યો છે. શ્રદ્ધા કપૂર સાથે પણ એક ફિલ્મમાં રણબીર જોવા મળશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here